ગુજરાતની પાવર ગ્રીડ બનશે વધુ મજબૂત!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે. ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરતી ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ સિસ્ટમ રાજ્યના ખેરાલુ, થરાદ, દિયોદર સહિત અન્ય 7 સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે . ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા સ્થાપિત આ અદ્યતન રિયલ-ટાઇમ સ્ટેટિક સિન્ક્રોનસ કમ્પેન્સેટર (STATCOM) સિસ્ટમ પાવર ફેક્ટર નિયંત્રિત કરીને ઓવર-વોલ્ટેજ ઘટાડે છે અને વોલ્ટેજ અચાનક ઘટી જવાની સ્થિતિ અટકાવે છે, ખેડૂતોની મોટર બળી જવાની કે પાવર ટ્રીપ થવાની સમસ્યાનો આ આધુનિક ટેકનોલોજીથી અંત…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  જૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન યોજાનાર VGRC ‘વોકલ ફોર લોકલ’ પહેલ સાથે સંકલિત GI ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરશે. 🔹 મધ્ય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અનેક હસ્તકલાઓથી સમૃદ્ધ છે કે જેમાં અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિથોરા પેઇન્ટિંગ, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક, સંખેડા ફર્નિચર જેવા GI ટેગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. 🔹 મધ્ય ગુજરાતના વિવિધ GI ટેગવાળા ઉત્પાદનોને પ્રદર્શિત કરીને વડોદરા ખાતે યોજાનારી આગામી VGRC પરંપરાગત કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક મંચ પૂરો પાડશે કે જેના થકી તેઓને સીધા આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડી શકાશે.

Read More