નાના નાના ભૂલકાઓને આંગળી પકડી શાળાનાં પ્રાંગણમાં આવકારવતાં રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યભરમાં યોજાઈ રહેલા ‘કન્યા કેળવણી’ તથા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં રાજ્ય ક્ક્ષાના ઉચ્ચ/વરિષ્ઠ અધિકારીઓ તથા પદાધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓની શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં રાજ્યમંત્રી આર.સી.મકવાણાએ મહુવા તાલુકાનાં માઢીયા, પઢીયારકા અને ડોળીયા ગામ ની શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આજે તા.૨૪ જૂન શાળા પ્રવેશોત્સવ ના બીજા દિવસે રાજ્યભરમાં યોજાનાર ‘કન્યા કેળવણી’ તથા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં મંત્રી દ્વારા શૈક્ષણિક કીટ આપીને બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત આંગણવાડીનાં બાળકોને પોષક કીટ આપવામાં આવી હતી. જેમાં માઢીયા પ્રાથમિક શાળાનાં ૧૭ બાળકો, માઢીયા બક્ષીપંચ આશ્રમ શાળા ના ૪, માઢીયા આંગણવાડીના ૪, પઢીયારકા શાળાના ૩૩ બાળકો, પઢીયારકા આંગણવાડીના ૧૧ અને ડોળીયા શાળાના ૫૫ બાળકો તેમજ આંગણવાડીના ૧૫ બાળકોનો કુમકુમ તિલક કરીને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શાળામાં દરેક ધોરણમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનવામાં આવી હતી. આ તકે શાળામાં સંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો દ્વારા વકૃત્વ સ્પધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતુ કે, શિક્ષણથી વ્યક્તિ અને સમાજ નું ધડતર થાય છે, શિક્ષણને પ્રોત્સાહિત કરવાનું કામ એટલે શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.ગુજરાત સરકાર શિક્ષણ નું મહત્વ સમજીને આ તકે વિશાળ તકો ઉભી કરવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર વિદેશ અભ્યાસ માટે લોન ની યોજના લાવી છે તો કુમાર શાળા અને કન્યા શાળામાં ખુબ જ સારી સુવિધા આપવામાં આવી રહી છે. તેમને વધુમાં ઉમેર્યું હતું કે મનમાં ચોક્કસ નિર્ધાર કરો તો શિક્ષણ થકી અધિકારી, ઉદ્યોગપતિ કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકાય છે

આ પ્રસંગે પ્રેરણાદાયી વક્તવ્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે. વી. મિયાણી એ આપ્યું હતું.

ઉલ્લેખનિય છે કે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તા.૨૩ થી તા.૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત જિલ્લાનાં પદાધિકારીઓ, રાજ્યકક્ષાનાં અધિકારીઓ તથા જિલ્લાનાં અધિકારીઓ પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ બાળકો, વાલીઓ તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યાં છે.

શાળા પ્રવેશોત્સવનાં આ કાર્યક્રમમાં ટી. પી.ઓ. અજયભાઈ જોશી, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મોહનભાઈ મકવાણા, તાલુકા પંચાયત સભ્ય છગનભાઈ ભાળિયા, તલગાજરડા ના મોડેલ સ્કૂલના આચાર્ય વી. એલ. રાજ્યગુરુ, સંકલન અધિકારી કલ્પેશભાઈ વ્યાસ, મઢીયા શાળા ના આચાર્ય શ્રદ્ધાબેન દવે, મઢીયા બક્ષીપંચ આશ્રમ શાળાના આચાર્ય વશરામભાઇ શિયાળ, પઢીયારકા શાળાના આચાર્ય મનુભાઈ મકવાણા, ડોળીયા શાળાના આચાર્ય વિમલભાઈ વાવડીયા
તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment