કપૂરાઈ ચોકડી નજીકમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત

વડોદરા,

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા મહેશ પરમાર અને ચંદ્રકાંત તડવી બોરિંગની કામગિરિ કરતા હોય, સાઈટ પર કામ કરવાનું હોવાથી આજે સવારે બાઈક પર વડોદરા કપુરાઈ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પુરઝડપે આવી રહેલી એક કારે બાઈક સવાર બંને મિત્રોને અડફેટે લેતા તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. એકના એક પુત્રનો મૃતદેહ જોઈ માતા ચોધાર આંસુએ રડી પડતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ હતી.

રિપોર્ટર : નઈમ હુઈ,  વડોદરા

Related posts

Leave a Comment