દિયોદર ના મોજરું ગામે પૂર્વ રાજ્ય મંત્રી ના ગામ માં પાણી ની સમસ્યા

દિયોદર,

રાજ્ય કક્ષા ના પૂર્વ મંત્રી ના ગામ માં વર્તમાન સમય નહિવત વરસાદ વચ્ચે પાણી ની સમસ્યા સર્જાતા ગામ લોકો ખેતરો માંથી પાણી લાવી પીવા મજબૂર બન્યા છે. ગામ લોકો નું કહેવું છે ઘણા સમય થી પાણી ગામ માં આવતું નથી અને જૂનો પાણી નો બોર પણ બંધ છે.

દિયોદર તાલુકા ના મોજરું ગામ 3 હજાર જેટલી વસ્તી ધરાવતું પૂર્વ રાજ્ય મંત્રી કેસાજી ચૌહાણ નું ગામ છે. આ ગામ માં વર્તમાન સમય ગરમી અને નહિવત વરસાદ વચ્ચે પાણી ની વિકટ સમસ્યા સર્જાઈ છે જેમાં ગામ માં જૂનો પાણી નો બોર બંધ થતાં લોકો હવે આવા સમયે ખેતરો માંથી પાણી લાવી પીવા માટે મજબૂર બન્યા છે ગામ લોકો નું કહેવું છે કે ઘણા સમય થી ગામ માં પીવા નું પાણી આવતું નથી અને પીવા ના પાણી માટે દૂર દૂર સુધી ખેતરો માં જવું પડે છે. જેમાં નહિવત વરસાદ ના કારણે અહીં ગરમી નું પ્રમાણ વધુ છે છતાં અત્યારે અમો પાણી માટે હેરાન થવું પડે છે. ગામ માં પાણી નો બોર આવેલ છે પણ તે ઘણા સમય થી બંધ છે જેના કારણે ગામ માં વસવાટ કરતા લોકો ને પાણી મળતું નથી જેથી આવા સમય ભારે મુશ્કેલી વેઠવી પડે છે. છેલ્લા ચાર મહિના થી પાણી નો બોર બંધ છે. આ બાબતે ગામ ના અગ્રણી ભલસિંહ સોલંકી એ જણાવેલ કે ચાર મહિના થી પાણી નો બોર બંધ છે, જેમાં ગામ લોકો ને પીવા ના પાણી માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે તો પાણી નો બોર તાત્કાલિક ચાલુ કરી પાણી ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

ગામ લોકો અત્યારે ખેતરો માંથી પાણી લાવી પાણી પીવે છે આ સમસ્યા નું નિવારણ આવે તે જરૂરી છે. પાણી નો બોર મંજુર થઈ ગયેલ છે -સરપંચ. આ બાબતે મોજરૂ જુના ગામ ના સરપંચ હેમતસિંહ દરબાર એ ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે જૂનો બોર ખરાબ થઈ ગયેલ છે જે અંગે પાણી પુરવઠા ને રજુઆત કરી પાણી નો નવો બોર મંજુર કરાવેલ છે જે પાણી ના બોર નું કામ ટુક સમય માં શરૂ થઈ જશે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment