શૈક્ષણિક સત્રને પ્રારંભે વિદ્યાર્થીઓનાં વિવિધ પ્રમાણપત્રોની જરૂરીયાતને પહોંચી વળવાં માટે સીટી મામલતદારની કચેરીનું જનસેવા કેન્દ્ર રવિવારનાં દિવસે પણ ખુલ્લું રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

વર્તમાન રાજ્ય સરકાર તો સંવેદનશીલ છે જ પણ તેનું તંત્ર પણ તેવું સંવેદનશીલ છે. તેનું ઉદાહરણ પૂરું પાડતાં સીટી મામલતદારની કચેરી આગામી તા.૨૫ મી જૂનના રોજ શનિવારે પણ ખુલ્લી રહેશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શાળા અને કોલેજોના નવાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. આથી વિદ્યાર્થોઓને જરૂર પડતાં વિવિધ પ્રમાણપત્રો લેવાં માટેની અગવડતા ન પડે તે માટે આ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં જાહેર થયેલ શૈક્ષિણક બોર્ડનાં પરિણામો અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને આગળનાં અભ્યાસક્રમ માટે જાતિ, આવકનાં પ્રમાણપત્રો, નોન ક્રિમિલેઅર સર્ટિફિકેટ, ઇ.ડબલ્યુ.એસ. સરર્ટિફિકેટ વગેરે માટે સીટી મામલતદાર કચેરીનાં જન સેવા કેન્દ્ર ખાતેનાં બહોળા પ્રમાણમાં થતાં ઘસારાનો ધ્યાને લેતાં વિદ્યાર્થીઓને તેમની જરૂરીયાત મુજબનાં જરૂરી પ્રમાણપત્રો સમયમર્યાદામાં મળી રહે તે માટે સીટી મામલતદાર કચેરીનું જન સેવા કેન્દ્ર તા.૨૫/૦૬/૨૦૨૨ને શનિવારની જાહેર રજામાં સવારનાં ૧૧-૦૦ કલાક થી બપોરનાં ૧૪-૦૦ કલાક સુધી શરૂ રાખવામાં આવનાર છે. આથી ભાવનગરની જનતાને તેનો મોટા પ્રમાણમાં લાભ લેવાં માટે સીટી મામલતદારે જણાવ્યું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment