ભાવનગરના સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામમાં કન્યા કેળવણી સહિત તમામ ક્ષેત્રમાં મહિલાઓની બહુમતી છે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામમાં કન્યા કેળવણી સહિત તમામ ક્ષેત્રમાં મહિલાઓની બહુમતી છે.

સરકાર દ્વારા કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણ માટે ચીવટપૂર્વક જે આયોજનો થઈ રહ્યાં છે. તેના ફળ ધીમે-ધીમે સમાજમાં દેખાવા લાગ્યાં છે. એનું જ એક જ્વલંત ઉદાહરણ છે કે પાંચ તલાવડા ગામ… આ ગામમાં સમાજજીવનને સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં મહિલાઓની બહુમતી છે.

પાંચતલાવડા ગામે સરકારના સકારાત્મક અભિગમ અને સમાજની જાગૃતિનું ફળ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત સૌ મહેમાનો તે વિશે જાણીને આશ્ચર્ય સાથે આનંદ પામ્યાં હતાં

સિહોર તાલુકાના પ્રગતિશીલ ગામ પાંચતલાવડા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પ્રવેશ તેમજ ચાલુ અભ્યાસમાં કન્યાઓની સંખ્યા કુમાર કરતા વધુ હોવાથી મહેમાન અધિકારીઓ ખુશ થયાં હતાં.

કન્યા કેળવણી સહિત શાળામાં શિક્ષક બહેનો, ગામની આગેવાની તમામ ક્ષેત્રમાં અહીંયા બહુમતિ રહેલી છે.

નેસડાના મદદનીશ શિક્ષક અને પ્રવેશોત્સવના મુખ્ય અધિકારી શાંતિભાઈ ચૌહાણે સૌ પ્રવેશતા બાળકોને સન્માન સાથે આવકારી શુભકામના પાઠવી હતી.

શ્રી જગદીશ્વરાનંદજી શાળાના શિક્ષક અને પ્રવેશોત્સવના સંકલન અધિકારી પ્રણવભાઈ વ્યાસે સરકાર અને શિક્ષણ વિભાગના અભિગમનો ઉલ્લેખ કરી તમામ ક્ષેત્રોમાં બહેનોના યોગદાન સાથેની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.

સંકલિત બાળવિકાસ યોજના સિહોર કચેરીના અધિકારી હેમાબેન દવેએ આંગણવાડી પ્રવેશ કરતાં બાળકોને આવકાર્યા હતાં.

પ્રવેશોત્સવના આ પ્રસંગે અગ્રણીશ્રી બાલાભાઈ ડાંગરે ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ શાળામાં કન્યાની સંખ્યા, શિક્ષક બહેનોની સંખ્યા તેમજ ગત ગ્રામપંચાયતમાં પણ મહિલા સભ્યોની સંખ્યા વધુ જ છે.

આ પ્રસંગે પત્રકાર કાર્યકર્તા મૂકેશ પંડિતે સૌને શુભકામના પાઠવી મહિલા સશક્તિકરણ અને ગ્રામવિકાસ મોખરે રહેલાં આ ગામને બિરદાવ્યું હતું.

શાળાના આચાર્ય ભરતભાઈ ચૌહાણ દ્વારા સમગ્ર કાર્યક્રમના સંકલન સાથે શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ વક્તવ્યો રજૂ કરવામાં આવ્યાં હતા.

ગામના સહયોગી દાતા ભરતભાઈ ડાંગર તરફથી વિદ્યાર્થી બાળકોને પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. મહેમાનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આંગણવાડી સંચાલક બહેનો, શાળા પ્રબંધન સમિતિ, સ્થાનિક ગ્રામજનો અને વાલીઓ બાળકોના પ્રવેશ તથા અભિવાદનમાં હોંશભેર જોડાયાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment