નાણાં ધીરધાર કરનારાઓની રજિસ્ટ્રેશન અને રીન્યુઅલની અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભુજ

ગુજરાત રાજ્યમાં નાણાં ધીરધાર પ્રવૃત્તિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો -૨૦૧૩ અમલમાં છે. જે અંતર્ગત નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ કરવા માટે અરજીઓ રજિસ્ટ્રાર ઓફ મની લેન્ડ્રર્સ અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, ભુજ, કચ્છને હાર્ડકોપી સ્વરૂપે મળતી હોય છે. ડિજિટલ ઈન્ડિયા અને પેપરલેસ વહીવટના ભાગરૂપે માન. મુખ્યમંત્રી દ્વારા તા. ૦૯/૦૨/૨૦૨૨ના રોજ રાજ્યમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ- ૨૦૧૧ અને નિયમો- ૨૦૧૩ની જોગવાઈઓના અસરકારક અમલ માટે “E-COOPERATIVE PORTAL” લોન્ચ કરવામાં આવ્યું છે. જેના લીધે તમામ નાણાં ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળના જરૂરી એવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલની કામગીરી માટે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં જવાનું રહે નહીં તે રીતે ઉક્ત સોફ્ટવેર અંતર્ગત ઓનલાઈન કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે વેબસાઈટ – www.ecooperative.gujarat.gov.in અને હેલ્પડેસ્ક નંબર – ૦૨૮૨૨ ૨૫૧૭૫૩ પર સંપર્ક કરી શકાશે. ઉક્ત સોફ્ટવેર અંતર્ગત હવે પછી ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ- ૨૦૧૧ ની વિવિધ કલમો હેઠળ થતી નાણાંની ધીરધાર કરનારાઓના રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલની અરજી ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે તેમ રજિસ્ટ્રાર ઓફ મની લેન્ડર્સ, ભુજ, કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment