હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં પી.જી.વી.સી.એલ તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા ધાંગધ્રાના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ અલગ અલગ વિસ્તારો અંધારાપટ બની ગયા વીજળી ગુલ થતાં ધાંગધ્રા શહેરના મયુર નગર સહિત અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ થી ચાર કલાક સુધી વિજળી ગુલ જાગૃત નાગરિકો દ્વારા પીજીવીસીએલ નો સંપર્ક કરતાં હજુ પણ વીજ પાવર ત્રણ કલાક મોડો આવશે. એવું જણાવતા સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો ત્યારે પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં પણ ટોપ ઓફ ધ ટાઉન બની હતી આ તરફ સામાન્ય વરસાદ પડતાં ધાંગધ્રા નગરપાલિકા મોટી મોટી વિકાસના કામોની વાત કરતી પોકળ સાબિત થઈ છે ધાંગધ્રાના શક્તિ ચોક માં પાણી ભરાયા હતા ધ્રાંગધ્રા શહેરના શક્તિ ચોક રાજ કમલ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાતા નગરપાલિકાની પ્રિમોનસુન કામગીરી પર ગ્રામજનો એ ઉઠાવ્યા સવાલ.
રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા
