હિન્દ ન્યૂઝ, થાનગઢ
સતવારા સમાજની જૂની ભોજનશાળા થાનગઢ માં 26મી જૂને રવિવારે સાંજે યોજવામાં આવ્યો. સતવારા સમાજ જ્ઞાતિ આગેવાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને તથા “સરસ્વતી પ્રાર્થના”સરસ્વતી વિદ્યામંદિરની સમાજની દીકરીઓ દ્વારા કરીને કાર્યક્રમ ની શરૂઆત કરી ઇનામ વિતરણમાં મુખ્ય દાતાશ્રી ભરતભાઇ હીરાભાઈ ચાવડા તરફથી દરેક ધોરણ 1 થી 12 તેમજ કોલેજ ના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું તેમજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના સૌજન્યના દાતાશ્રી હસમુખગુરૂજી તથા રાજેન્દ્ર ગુરુજીના તરફથી ધોરણ 8 થી 12 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને તથા થેલી આપીને સન્માનિત કરવામાં આવ્યા. સમાજના ડૉકટરો દ્વારા અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું. 750 વિદ્યાર્થીઓને શિલ્ડ, બેગ, ફાઈલ, થેલી, નાસ્તાના ડબ્બાઓ ઉપરાંત અભ્યાસ સામગ્રીઓ પધારેલ દાતાશ્રીઓ દ્વારા આપીને સન્માનિત કર્યા. 50 વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા તેમજ ઉપસ્થિત દાતાઓ દ્વારા રોકડ પુરસ્કાર થી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમ નું સંચાલન નાનજીભાઈ દલવાડી તથા હસમુખભાઈ હડિયલ ગુરુજી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં 1000 લોકો હાજર રહ્યા આ કાર્યક્રમની જહેમત જૂની ભોજનશાળા પ્રમુખ દેવજીભાઈ મકવાણા તથા નવી ભોજશાળા પ્રમુખ વાસુદેવભાઈ પરમાર તથા શિક્ષકમિત્રો, યુવાકાર્યકર્તાઓ, સતવારા જ્ઞાતિજનો દ્વારા ઉપાડવામાં આવી.
રિપોર્ટ : જયેશ મોરી, થાનગઢ