મનરેગા યોજના અંતર્ગત પ્રાર્થના હોલ બાસ્કેટબોલ તથા વોલીબોલ ગ્રાઉન્ડ નું ઉદઘાટન માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ચુલી ખાતે યોજાયેલ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સંસ્કાર ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રાંગધ્રા સંચાલિત બક્ષીપંચ કુમાર છાત્રાલય ચુલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા- ચુલી ખાતે પ્રાર્થના હોલ તેમજ બાસ્કેટ બોલ અને વોલીબોલ ગ્રાઉન્ડ (હ મનરેગા અંતર્ગત નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું આ ઉદ્દઘાટન સમારોહ ના મુખ્ય અતિથિ વિશેષ ડૉ.અર્જુનસિંહ રાણા, વાઇસ ચાન્સેલર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ માનનીય આઈ. કે.જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમાન ધારા સભ્ય પરષોત્તમ સાબરીયા સહીત ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્કાર ભારતી એજ્યુકેશન ના ટ્રસ્ટીઓ, મંત્રીઓ, ચુલી બન્ને સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકગણ, જિલ્લા પંચાયત ના હોદેદારઓ, સદસ્યઓ, ધ્રાંગધ્રા તાલુકા પંચાયત ના પ્રમુખ, ઉપપ્રમુખ, ધ્રાંગધ્રા ગ્રામ્ય પ્રમુખ, ધ્રાંગધ્રા APMC ના ચેરમેન, વાઇસ ચેરમેન અન્ય હોદેદારો, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ ક્ષેત્ર માં નિપુણ બાળકોને ટ્રોફી- સ્કૂલબેગ તેમજ બહુમૂલ્ય યોગદાન આપેલ વિશિષ્ટ વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment