અત્યંત વ્યસ્તતા વચ્ચે શિક્ષણ મંત્રીએ ભાવનગરના નારી ગામના બાળકો વચ્ચે બાળક જેવાં બનીને પિતૃસભર વાત્સલ્યથી બાળકો સાથે સંવાદ કર્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચિત્રા ફુલસર વિસ્તારમાં વિવિધ ખાતમુહુર્ત કરવા જતાં પહેલાં અને સતત લોકસંપર્કની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને આજે સાંજના સુમારે ભાવનગરના નારી ગામના બગીચામાં કિલ્લોલ કરતા બાળકો સાથે પિતૃસભર વાત્સલ્યભવથી બાળ સહજ સંવાદ કર્યો હતો.

શિક્ષણ મંત્રીએ બાળકોને હીંચકા નાંખીને, લપસણી દ્વારા લપસવાના આનંદમાં સહભાગી થતાં પોતે પણ બાળક જેવાં બની તેમની સાથે હીંચકે ઝૂલ્યા હતાં.

આ સાથે મંત્રીએ સ્થાનિક નાગરિકો સાથે બગીચામાં ગોઠડી માંડી સામાન્ય જનસેવકના દર્શન કરાવતાં તેમના પ્રશ્નો જાણી તેમાં શું થઈ શકે તે અંગેનો સહજ સંવાદ સાધ્યો હતો.

આ તકે તેમની સાથે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ચિત્રા ફુલસર વિસ્તારના કોર્પોરેટરઓ, વિસ્તારના સ્થાનિક આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment