હિન્દ ન્યૂઝ, ઢસા
ઉતરાયણ તહેવારના અનુસંધાને ઢસા જંકશનમાં આવેલ ઢસા જંકશન કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીઓને પતંગ બનાવવાની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષક દ્વારા દરેક ધોરણનાં વોટ્સઅપ ગૃપમાં પતંગ સ્પર્ધાની જાણ કરવામાં આવી અને વિદ્યાર્થીનિઓએ પણ ઉત્સાહભેર અવનવી અને વૈવિધ્યસભર પતંગ બનાવીને તેનાં ફોટા ગૃપમાં મૂક્યા. શ્રેષ્ઠ પતંગનાં ફોટાનાં આધારે ઘેર જઇને તેમનાં પતંગ લઇને એકથી પાંચ ક્રમાંક આપવામાં આવ્યા. શાળા ખૂલતાં તે વિદ્યાર્થીનીઓનું સન્માનિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ શાળાનાં શિક્ષક પ્રવીણભાઈ મકવાણા તથા મનોજભાઈ પઢારીયા ની દેખરેખમાં થઇ.
પતંગ રચના સ્પર્ધાનાં નંબર:-
- પ્રથમ:-
= ઢગલ તૃપ્તિ ભૂપતભાઈ, ધો.-7 - બીજો:-
= ધોળકિયા વંશિકા રજનીકાંતભાઇ ધો.-8
= અવની વિક્રમભાઈ ચૌહાણ ધો.-7 - ત્રીજો:-
= મહેક આસીફભાઇ મહેતર ધો.-7
= પરમાર મિતલ પ્રવીણભાઈ ધો.-8 - ચોથો:-
= મનાલી રમેશભાઈ મકવાણા ધો.-8
= વૈશાલી પરેશભાઈ વાઘેલા ધો.-8 - પાંચમો:-
= ખુશાલી દિલીપભાઇ સોલંકી ધો.-7
= વાઘેલિ માહી પરેશભાઈ ધો.-5
= હેતલ દિનેશભાઇ ઝાંપડિયા ધો.-8
ઓ પતંગ સ્પર્ધામાં વિજેતા બનેલ છે.
રિપોર્ટર : આસીફ રાવાની, ઢસા
