અરવલ્લીના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે. એસ. મહેતા હાઇસ્કૂલ ખાતેથી આજથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

હિન્દ ન્યૂઝ, મોડાસા

રાજ્યસભાના માનનીય સાંસદસભ્ય શ્રીમતિ રમીલાબેન બારા યોજનાનો શુભારંભ કરાવશે


ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે. અરવલ્લીના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે. એસ. મહેતા હાઇસ્કૂલ ખાતેથી આજથી યોજનાનો પ્રારંભ થશે.

આજે તા. ૧૫, જાન્યુઆરી ૨૦૨૧ના શુક્રવારના રોજ બપોરે ૦૩-૦૦ કલાકે ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે. એસ. મહેતા હાઇસ્કૂલ ખાતેથી પ્રારંભ થનાર યોજનાને રાજ્યસભાના માનનીય સાંસદસભ્ય શ્રીમતિ રમીલાબેન બારાના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment