ખેડા જિલ્લાના મહુધા ખાતે સરપંચ નાં પતિ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે પકડાયા…

હિન્દ ન્યૂઝ, નડિયાદ

તા.૧૫/૧/૨૧, ખેડા જિલ્લા મા પોલીસ પ્રસાશન ને ખુલ્લી ચેલેન્જ. ખુદ સરપંચ ના પતિ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે પકડાયા. આ કામ ના આરોપી સુમિત કુમાર ગીરીશભાઈ પટેલ રહે.પટેલ ફળિયું વાસણા, તા.મહુધા, જી.ખેડા ના એ વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટના મકાનમાં અને તેમની ગાડી મા ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની નાની મોટી કુલ બોટલો નંગ.૫૯૪ કિં. રૂ.૨,૨૫,૯૦૦/- નો પ્રોહી મુદ્દા માલ તથા અંગ જડતી માંથી ત્રણ મોબાઇલ ફોન કિં. રૂ.૧૦,૫૦૦/- તથા મારુતિ સ્વીફ્ટ ગાડી કિં. રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિં. રૂ. ૬,૩૬,૪૦૦/- ના મુદ્દા માલ સાથે મળી આવી તેમજ સદર પ્રોહી મુદ્દામાલ આપનાર ઇદાભાઈ આણંદ વાળા બંન્ને એ દારૂની હેરા ફેરી કરી.

આજ રોજ એલ.સી.બી પો. સબ.ઈન્સ. એ.ઓ તિવારી તથા હેડ.કો. રાકેશકુમાર કિરીટભાઈ, હેડ. કો. ચંદ્રકાન્તભાઈ ગોવિંદભાઇ, હેડ. કો. ધર્મપાલ સિંહ ફતેસિંહ, પો. કો. કુંદનભાઈ ઉમેદભાઈ, કેતનભાઈ મહેન્દ્રભાઈ વેગેરે ઓ ખાનગી તેમજ સરકારી વાહન મા પેટ્રોલિંગ મા નીકળેલા અને ફરતા ફરતા અલીણા ગામ પાસે આવતા હેડ. કો. રાકેશ કુમાર ને સંયુક્ત રીતે બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે વાસણા ગામે સુમિતકુમાર ગીરીશભાઈ પટેલ ના ઓ પોતાના ઘર મા વિદેશી દારૂ નો જથ્થો છુપાવી ખાનગી રીતે દારૂ નો ધંધો કરે છે. જેથી બાતમી વાળી જગ્યા એ વાસણા ગામે જતા રેડ કરી રોડ ની સાઈડ મા વાહનો ઉભા રાખી સદર સુમિતકુમાર પટેલ નુ ઘર નજીક હોઈ ચાલતા જતા ત્યાં તેના ઘર આગળ એક મારુતિ સ્વીફ્ટ ગાડી નંબર GJ 07 DC 1842 ની પાર્ક કરેલ હતી. સદર ગાડી લોક કરેલ હોઈ સુમિત પટેલ ના ઘરે તપાસ કરતા પોતે હાજર હોઈ તેને બોલાવી નામ પૂછતાં પોતે સુમિતકુમાર ગીરીશભાઈ પટેલ રહે.પટેલ ફળિયું વાસણા, તા. મહુધા, જી. ખેડા નો હોવાનું જણાવેલ તેની પાસે ગાડી ની ચાવી મંગાવેલ અને ગાડી ખોલી ને ડિક્કી મા એક પૂઠ્ઠા ના બોક્સ મા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ક્વાટર તથા છૂટી બોટલો મળી આવેલ હતા. પંચાયત ની સીટ જીતી ને સરપંચ ના પતિ દારૂ, જુગાર તથા બે નંબર ના ધંધા ચલાવે છે. તેથી તેમને કોઈ પણ જાત ની બીક વગર ખુલ્લેઆમ બે નંબર નો ધંધો કરતા હોઈ છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પ્રસાશન ને ખરેખર ખબર નથી કે એમને પણ મલાઈ ખાવા મળે છે તેથી ચૂપ છે. સ્થાનિક પોલીસ ચોકી હોવા છતાં પણ એલ.સી.બી વારા રેડ કરે છે. તો વિચારવા જેવી વાત છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment