શ્રી સોમનાથ તીર્થમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું ૧૩ મુ ચરણ

હિન્દ ન્યુઝ, સોમનાથ

      ભાદરવા માસમાં પવિત્ર ગણેશ નૌરાત્રમાં સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઅનુષ્ઠાનનું આજે ૧૩માં ચરણમાં પહોચ્યું હતું. જેમાં ૧૧,૦૦૦ જેટલા ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવામાં આવ્યા હતા.

આ મહાનુષ્ઠાના ૧૩માં ચરણમાં શ્રી વારતંતુ સંસ્કૃત કોલેજ સોલા, શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકા, અને શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારદ્વારા ૧૧,૦૦૦ શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ ઋષિ કુમારોનું ભક્તિમય પ્રસાદ કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment