ડાંગ જિલ્લાના માર્ગો પર સુરક્ષિત વાહન વ્યવહાર માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જંગલ કટિંગ અને ગેરુ ચુનાની સાથે રસ્તાના પેચવર્કની કામગીરી હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લામાં વરસાદી સિઝન માં, માર્ગની બાજુમાં ઘાસનું નિદાંમણ, જંગલ કટિંગ અને ગેરુ ચુનાની કામગીરી, સુગમ્ય વાહન વ્યવહાર માટે રસ્તાના પેચવર્કની કામગીરી તેમજ માર્ગો ઉપર લટકતી વૃક્ષોની ડાળીઓને કારણે વાહન વ્યવહારમાં થતી અવરોધક પરિસ્થિતિ દૂર કરવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લાના મુખ્ય મથક આહવાને જોડતા માર્ગો ઉપરાંત આંતરિક માર્ગો પર પણ હાલમાં માર્ગ અને મકાન વિભાગની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આહવા તાલુકા માં આહવા મેઇન રોડ થી હનવતચોંડ રોડ પર જંગલ કટિંગ અને ગેરૂ ચુનાની કામગીરી, સુબીર તાલુકાના કસાડબારી દહેર ઉગા રોડ પર જંગલ કટિંગ ની કામગીરી, આહવા કોલોનીમાં રસ્તા પેચવર્ક ની કામગીરી વિગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે. 

વરસાદી સિઝનમાં વાહન વ્યવહાર સરળ રહે તે માટે નિયમિત સમયાંતરે આ કામગીરી ચાલુ રહેશે. આ કામગીરીના પગલે ડાંગ જિલ્લાના માર્ગો પર વાહન વ્યવહાર વધુ સુગમ બન્યો છે.

Related posts

Leave a Comment