હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઇ, ગાંગરડી અને નાંદવા ગ્રામની પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. એ સાથે તેઓએ transect walk નું સંચાલન કરી Village Action Plan બનાવા સમજૂતી આપી હતી.
પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાના હસ્તે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાના ૩૪ ગામોમાં આદિ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગામના આદિ સાથી અને આદિ સહયોગી તેમજ જનભાગીદારી દ્વારા વિલેજ એકશન પ્લાન બનાવવા બાબતે પ્રાયોજના વહીવટદાર દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
