૮ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી રાજકોટ પોલીસ. રાજકોટ પોલીસની પ્રશંસનીય કામગીરી

રાજકોટ ભાવનગર રોડ ઉપર ગતરોજ એક આઠ વર્ષીય સગીર બાળા પર અજાણ્યા ઈસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે ફરિયાદ બાદ તાત્કાલિક ધોરણે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ  ડી.સી.બી., એસ.ઓ.જી અને શહેરની પોલીસે આ નરાધમને પકડી પાડવા અલગ-અલગ દિશા એ તપાસ હાથ ધરી હતી અને અંતે આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો.

આ બનાવની પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર રાજકોટના ભાવનગર રોડ જેટકો  જીઇબી ની દિવાલ પાછળ ગતરોજ આઠ વર્ષની બાળા સૂતી હતી તે વેળાએ હરદેવ મશરૂભાઈ માંગરોળીયા, જાતે નાથ બાવા, ઉંમર વર્ષ 22, રહે ભાવનગર,  શેરી નંબર- 8, ભાવનગર રોડ, રાજકોટનાએ આઠ વર્ષીય માસૂમ બાળા સૂતી હોય તે વેળાએ ગોદડા સહિત આ બાળા ને ઊંચકી જઈ, છરી બતાવી અને બાળાને છરી વડે મારી નાખવાની ધમકી આપી, આઠ વર્ષીય આ બાળા ઉપર દુષ્કર્મ કર્યા બાદ ત્યાંથી ભાગી ગયેલ હતો.

જોકે આ કૃત્ય બાદ બાળા ના પરિવાર વતી પોલીસમાં ફરિયાદ કરાતા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તાત્કાલિક ધોરણે આ માસૂમ બાળાને પીંખી નાખનાર  નરાધમને પકડી પાડવા માટે શહેરની એસ.ઓ.જી, ડી.સી.બી. અને અન્ય પોલીસ શાખાને અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરાવાય હતી અને પોલીસે આ કૃત્ય બનવાની જગ્યા ની આજુબાજુના સી.સી.ટી.વી. ની મદદ લઇ ફૂટેજમાં દેખાતા વર્ણન જેવી વ્યક્તિઓ અંગે પૂછપરછ કરતા શંકાસ્પદ જાણી આવતા અને સી.સી.ટી.વી. ફુટેજમાં અને દુષ્કર્મ આચાર્યા સમયે પહરેલા કપડા વાળા શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરતા પહેલાતો હરદેવ મશરુભાઇ માંગરોળીયાએ આ વાતનો ઇનકાર કર્યો હતો. આખરે પોલીસની વધુ પુછપરછમાં દુષ્કર્મ કર્યાની કબુલાત કરી હતી.

રાજ્યમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાઓ અને ખાસ રાજકોટની ગત રોજ બનેલી આ ઘટનાને પગલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આ ગુનાને તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે આ ઘટનાની જાણ કરનારને 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર  કર્યું હતું.

આ ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢવાના પગલે અનુસંધાને ડી.સી.બી., પોલિસ સ્ટેશન તથા એસ.ઓ.જી.ના અધિકારી તથા તેમની ટીમને 15 હજાર રૂપિયા, સ્થાનિક થોરાળા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીમને 15 હજાર રૂપિયા તથા આઇવે પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલના કર્મચારીઓને 15 હજાર રૂપિયાનું ઇનામ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવશે.

Related posts

Leave a Comment