જામનગર જિલ્લાના ધ્રોલમાં મુખ્યમંત્રી એ લગ્ન પ્રસંગે હાજરી આપી

જામનગર જિલ્લાના ધ્રોલમાં મુખ્યમંત્રી એ લગ્ન પ્રસંગે હાજરી આપી

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જામનગર એરપોર્ટ આવી ધ્રોલ પહોંચ્યા હતા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રવિવારે ધ્રોલ ખાતે રહેતા વાઘેલા પરિવારના મહેમાન બન્યા હતા.

ધ્રોલમાં રહેતા રાજેન્દ્ર સિંહ વાઘેલાના પુત્ર ઓમકાર સિંહ વાઘેલાના શુભ લગ્ન પ્રસંગે વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહીને આ લગ્નના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ નવદંપતીને આશીર્વાદ પણ પાઠવ્યા હતા.

ધ્રોલમાં લગ્ન પ્રસંગે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાથે રાજયકક્ષાના મંત્રી હકુભા જાડેજા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાધવજીભાઈ પટેલ ,તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા.(રાજભા) અને ધ્રોલ ભાજપના અગ્રણી કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment