જામનગરમા પ્રેમી પંખીડાની તળાવમા મોતનો ધુબાકો

જામનગરમા પ્રેમી પંખીડાની તળાવમા મોતનો ધુબાકો

 

જામનગરમાં એક યુવક તેમજ યુવતીએ તળાવમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું પોલીસે પ્રેમ પ્રકરણના લીધે બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તારણ માની આગળની તપાસ હાથ ધરી છે

જામનગરના લાખોટા તળાવમાં ના પાછલા ભાગમાં એક યુવક તેમજ યુવતી ડૂબી હોવાના સમાચાર ફાયર વિભાગને મળતાં જ ફાયર શાખાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું સતત બે કલાકની જહેમત બાદ યુવાન તેમજ યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસ માલુમ પડ્યું હતું કે મૃતક ના નામ કુલદીપ ભાઈ છગનભાઈ પરમાર તેમજ મુની બેન હિંમતભાઈ મકવાણા છે બંને એ પ્રેમ પ્રકરણના લીધે આવું પગલું ભર્યાનું પ્રાથમિક તારણ મને પોલીસે તપાસ હાથ ધરી છે

Related posts

Leave a Comment