આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, જનતાએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી

આફ્રિકન દેશોમાં ઈબોલાના કેસોને પગલે ગુજરાત સરકાર એલર્ટ

ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સૌથી વધુ પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારની SOP અને માર્ગદર્શિકાનું રાજ્યમાં ચુસ્ત પાલન માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ

અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 બેડ તેમજ શંકાસ્પદ દર્દીઓ માટે એસ.વી.પી. હોસ્પિટલ, અમદાવાદ ખાતે 60 બેડની અલાયદી વ્યવસ્થા કાર્યરત

રાજ્ય સરકારના તમામ વહીવટી અને આરોગ્ય અધિકારીઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ : આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી

#EbolaVirus #GujaratGovernment #gujaratinformation #PreventiveMeasures Praful Pansheriya

Related posts

Leave a Comment