બેંકમાંથી નાણાંની હેરફેર કરતી વખતે આટલું ખાસ ધ્યાન રાખો…

હિન્દ ન્યુઝ, સુરત

👉નાણાંની હેરફેર કરતી વખતે એક કરતાં વધુ વ્યકિતઓ સાથે રહો.

👉નાણાંની હેરફેર માટે મજબૂત થેલાનો ઉપયોગ કરો એટલે કે પ્લાસ્ટિક કે કાપડની હલકી બેગનો ઉપયોગ ન કરો.

👉કોઈ અજાણી વ્યકિતને આપના નાણાં ગણવા કે ચેક કરવા ન આપશો.

👉તમારા પૈસા નીચે પડી ગયા છે એવું કોઈ કહે તો તેમની વાતમાં આવી જશો નહિ.

👉ગાડીની ડીકીમાં પૈસા મૂકો ત્યારે રસ્તામાં કોઈપણ સ્થળે ઊભા રહેશો નહિ.

👉નાણાંની લેવડ-દેવડ અંગે મોટા અવાજથી મોબાઈલ પર વાત કરશો નહિ.

👉કોઈક વ્યકિત દ્વારા તમારા પર કચરો નાખવામાં આવે ત્યારે એ જ જગ્યાએ સફાઈ માટે ઊભા રહેશો નહિ.

👉મોટી રકમની હેરફેર કરો ત્યારે શક્ય હોય તો ફોર વ્હીલરમાં કરો અને ગાડીના કાચ બંધ રાખો.

👉નાણાંની હેરફેર સમયે રસ્તામાં જાહેર સ્થળે બનતા બનાવો જાણવા કે જોવા ઊભા ન રહો.

👉બેંકમાંથી પાંચ લાખથી વધુ નાણાંની હેરફેર માટે પોલીસ રક્ષણ આપવામાં આવે છે જે માટે બ્રાંચ મેનેજરનો સંપર્ક કરો.

👉બેંકમાં નાણા ભરતી વખતે કોઈ માણસ રૂમાલમાં નોટોનાં બંડલ લઇ આવે અને કહે કે મારું બેંકમાં ખાતું ન હોવાથી તમારા ખાતામાં આ રૂપિયા જમા કરી દો તો સમજવું કે તે વ્યકિત ઠગ છે અને તમને છેતરવા આવી છે.

Related posts

Leave a Comment