રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ફળશ્રુતિ હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજુરી કરતા મુનાભાઈ ખરાના ઘરે દીકરીનો જન્મ થયો હતો. પરંતુ જન્મથી જ તેનો ડાબો પગ ત્રાસો હતો. જેના લીધે પરિવાર ચિંતામાં મૂકાયો હતો. પરંતુ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર હડિયાણાની ટીમ દ્વારા પરિવારની મુલાકાત કરવામાં આવી અને જાનવી નામની બાળકીને ક્લબફૂટની સારવારની જરૂર હોય તેનું સંદર્ભ કાર્ડ ભરી જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલ ખાતે એક મહિના સુધી દર અઠવાડિયે જાનવીને પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું અને…
Read MoreDay: October 28, 2024
કાલાવડમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સફાઈ કામગીરી કરાઇ
હિન્દ ન્યુઝ, કાલાવડ રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લામાં અનેક સ્થળો પર વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કાલાવડ ખાતે તંત્રના સહયોગથી લોકો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હેઠળ સફાઇ કામગીરી કરાઇ હતી. લોકો દ્વારા કાલાવડના વિવિધ વિસ્તારો જેમાં કમ્યૂનિટી હોલ, ભડૂકિયા નાકા વિસ્તાર, માજીવ રોડ, સરદારબાગ, પંજેતનનગર વગેરે વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી.
Read Moreસ્પેનના વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ઉપર ઉમળકાભેર સ્વાગત
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાના કલાકારોએ ગરબા રજૂ કરી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું અભિવાન કર્યું હતું રક્ષા ઉત્પાદનોમાં આત્મ નિર્ભર ભારતની પ્રતીતિ કરાવતા વડોદરા સ્થિત ટાટા એરબસ નિર્મિત કાર્ગો પ્લેન સી – ૨૯૫ની ફાઇનલ એસેમ્લી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે પધારેલી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું એરપોર્ટ ઉપર મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનીશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની સુજ્ઞા બિગોના ગોમેઝે મધરાતે વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં ઉતારણ કર્યું હતું. જ્યાં સ્પેન સ્થિત ભારતના રાજદૂત દિનેશ પટનાયક, વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, પોલીસ…
Read Moreદિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પેડ્રો સાંચેઝ
હિન્દ ન્યુઝ, બરોડા મહાનુભાવોને આવકારવા આર્ટિસ્ટ એવી દિવ્યા ચિત્રો લઇ રોડ શોમાં ઉભી હતી અને બન્ને વડાપ્રધાન તેમને મળ્યા ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા. પૂર્વોક્ત મુજબ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા…
Read More