ધોનીની નિવૃત્તિ અંગે કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું- IPL 2020ની રાહ જુઓ

સ્પોર્ટ્સ ડેસ્ક: મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઈને વાતો ચાલી રહી છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવદેન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2020ની રાહ જુઓ. કોચ અનુસાર ધોની ક્યારે રમવાનું શરૂ કરે છે અને IPLમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર ઘણુંબધું નિર્ભર કરે છે. તેમજ બીજા વિકેટકીપર્સ કેવું રમી રહ્યા છે અને ધોનીની સરખામણીએ તેમનું ફોર્મ કેવું છે. શાસ્ત્રીએ વધુ ઉમેરતા કહ્યું કે, “T-20 વર્લ્ડ કપ પહેલા IPL સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. તે દરમિયાન 15 ખેલાડીઓ નક્કી થશે. તેથી હું કહેવા માગીશ કે શું થશે તેની અટકળો કર્યા કરતા આપણે IPL સમાપ્ત થાય તેની રાહ જોવી જોઈએ.”

ધોની છેલ્લી T-20 ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો
ભારત આ વર્ષે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું હતું. તે પછી ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લઈને આર્મી સાથે ટ્રેનિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોની તે પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો જ નથી. તેણે અત્યાર સુધીમાં 98 T-20માં 1617 રન બનાવ્યા છે. તેમાં બે ફિફટીનો સમાવેશ થાય છે. તે પોતાની છેલ્લી T-20 ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. તે મેચ ભારત હાર્યું હતું પરંતુ ધોનીએ 40 રનનું યોગદાન આપ્યા હતા.

પંતના ખરાબ પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી
ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ ઋષભ પંતને ધોનીના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જોકે હજી સુધી પંત પોતાની પ્રતિભા અનુસાર પ્રદર્શન કરવામાં નિષ્ફ્ળ રહ્યો છે. જવાબદારી વગર બેટિંગ કરવાના લીધે તેની ઘણી ટીકા થાય છે. તે તાજેતરમાં સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ દિલ્હી વતી હરિયાણા વિરુદ્ધ રમ્યો હતો. તે મેચમાં તેણે 32 બોલમાં 28 રન કર્યા હતા અને ખોટો શોટ રમીને આઉટ થયો હતો. તે પહેલા બાંગ્લાદેશ સામેની T-20માં પણ પંતે નિરાશ કર્યા હતા. ત્રણ મેચમાં માત્ર 33 રન કરી શક્યો હતો, જેમાં 27 તેનો શ્રેષ્ઠ સ્કોર હતો.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment