૮ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી રાજકોટ પોલીસ. રાજકોટ પોલીસની પ્રશંસનીય કામગીરી

૮ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી રાજકોટ પોલીસ. રાજકોટ પોલીસની પ્રશંસનીય કામગીરી

રાજકોટ ભાવનગર રોડ ઉપર ગતરોજ એક આઠ વર્ષીય સગીર બાળા પર અજાણ્યા ઈસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે ફરિયાદ બાદ તાત્કાલિક ધોરણે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ  ડી.સી.બી., એસ.ઓ.જી અને શહેરની પોલીસે આ નરાધમને પકડી પાડવા અલગ-અલગ દિશા એ તપાસ હાથ ધરી હતી અને અંતે આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બનાવની પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર રાજકોટના ભાવનગર રોડ જેટકો  જીઇબી ની દિવાલ પાછળ ગતરોજ આઠ વર્ષની બાળા સૂતી હતી તે વેળાએ હરદેવ મશરૂભાઈ માંગરોળીયા, જાતે નાથ બાવા, ઉંમર વર્ષ 22, રહે ભાવનગર,  શેરી…

Read More

ધોનીની નિવૃત્તિ અંગે કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું- IPL 2020ની રાહ જુઓ

ધોનીની નિવૃત્તિ અંગે કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું- IPL 2020ની રાહ જુઓ

સ્પોર્ટ્સ ડેસ્ક: મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઈને વાતો ચાલી રહી છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવદેન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2020ની રાહ જુઓ. કોચ અનુસાર ધોની ક્યારે રમવાનું શરૂ કરે છે અને IPLમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર ઘણુંબધું નિર્ભર કરે છે. તેમજ બીજા વિકેટકીપર્સ કેવું રમી રહ્યા છે અને ધોનીની સરખામણીએ તેમનું ફોર્મ કેવું છે. શાસ્ત્રીએ વધુ ઉમેરતા કહ્યું કે, “T-20 વર્લ્ડ કપ પહેલા IPL સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. તે દરમિયાન 15 ખેલાડીઓ નક્કી થશે. તેથી હું કહેવા માગીશ કે શું…

Read More

રાષ્ટ્રપતિ રાજપક્ષે કહ્યું- ચીનને હમ્બનટોટા બંદર 99 વર્ષ સુધી લીઝ પર આપવું અગાઉની સરકારની ભૂલ હતી

રાષ્ટ્રપતિ રાજપક્ષે કહ્યું- ચીનને હમ્બનટોટા બંદર 99 વર્ષ સુધી લીઝ પર આપવું અગાઉની સરકારની ભૂલ હતી

કોલંબોઃ શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ કહ્યું છે કે બમ્બનટોટા બંદરને 99 વર્ષ માટે ચીનને ભાડાપટ્ટે (લીઝ) પર આપવું તે સરકારની ભૂલ હતી. આ સમજૂતી પર ફરી વખત વાતચીત થઈ રહી છે. રોકાણ માટે લોનનો નાનો હિસ્સો આપવો તે અલગ વાત છે, પરંતુ રણનીતિની દ્રષ્ટિએ તે એક આર્થિક બંદર છે, જે આ રીતે આપી દેવું બિલકુલ ખોટી વાત છે. તેના પર અમારું નિયંત્રણ હોવું જોઈએ. શ્રીલંકાને આપવામાં આવેલ લોનની ભરપાઈ નહીં કરી શકતાં વર્ષ 2017માં ચીને હમ્બનટોટા બંદરગાહને પોતાના અધિકાર હેઠળ લઈ લીધું હતું. રાજપક્ષેએ કહ્યું હતું કે શ્રીલંકાને એક તટસ્થ…

Read More

ભારતમાં દવાઓ દુનિયાના સરેરાશ ભાવ કરતા 73% સસ્તી, બ્રિક્સ દેશોમાં સૌથી ઓછી; અમેરિકામાં કિંમતો સૌથી વધારે

ભારતમાં દવાઓ દુનિયાના સરેરાશ ભાવ કરતા 73% સસ્તી, બ્રિક્સ દેશોમાં સૌથી ઓછી; અમેરિકામાં કિંમતો સૌથી વધારે

નવી દિલ્હીઃ ભારતમાં લોકોને દવાઓ પર દુનિયાના સરેરાશ કરતા અંદાજે 73% ઓછો ખર્ચો કરવો પડે છે. એક સ્ટડી પ્રમાણે, ભારતમાં સસ્તી દવાઓ અપાવવાના મામલામાં દુનિયાના 5 ટોચના દેશોમાં સામેલ છે. જ્યાં ભારતમાં દુનિયાના સરેરાશથી 73.80% સસ્તી દવાઓ મળે છે, ત્યાં થાઈલેન્ડમાં દવાઓ વૈશ્વિક સરેરાશ કરતા અંદાજે 93.93% સસ્તી પડે છે. આ કિંમતો દુનિયામાં સૌથી ઓછી છે. ત્યારબાદ કેન્યા (93.76%)બીજા નંબરે , મલેશિયા (90.80%) ત્રીજા નંબરે અને ઈન્ડોનેશિયા(90.23%) ચોથા નંબર પર છે. બ્રિક્સમાં સાથી દેશો(બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રીકા)ની તુલનામાં પણ ભારતમાં દવાઓ સૌથી સસ્તી છે. ઈંગ્લેન્ડના લંડન અને જર્મનીના બર્લિન…

Read More

બંધારણની રચનાને આજે 70 વર્ષ પૂર્ણ થયા, સમયાંતરે 100થી વધુ સુધારા સાથે વધુ સશક્ત બન્યુ

બંધારણની રચનાને આજે 70 વર્ષ પૂર્ણ થયા, સમયાંતરે 100થી વધુ સુધારા સાથે વધુ સશક્ત બન્યુ

આઝાદી પછી ભારતના બંધારણની રચના અને અમલીકરણની દ્રષ્ટિએ ઈતિહાસમાં 26મી નવેમ્બર અને 26મી જાન્યુઆરી ખાસ દિવસ છે. ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં ભારતીય બંધારણની રચના માટે સમિતિની રચના કરવામાં આવી હતી. વિશ્વભરના અનેક દેશોના બંધારણોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી, લંબાણપૂર્વકની બેઠકો, ચર્ચા વિચારણા તથા સંશોધન બાદ ભારતે વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણની રચના કરી હતી. આ નવા બંધારણને 26મી નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ મંજૂરી આપતા 26મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જોતાં ભારતના બંધારણને આજે 70 વર્ષ પૂર્ણ થાય છે. આ બંધારણનો અમલ 26મી જાન્યુઆરી,1950થી કરવામાં આવ્યો…

Read More