રાષ્ટ્રપતિ રાજપક્ષે કહ્યું- ચીનને હમ્બનટોટા બંદર 99 વર્ષ સુધી લીઝ પર આપવું અગાઉની સરકારની ભૂલ હતી

કોલંબોઃ શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ કહ્યું છે કે બમ્બનટોટા બંદરને 99 વર્ષ માટે ચીનને ભાડાપટ્ટે (લીઝ) પર આપવું તે સરકારની ભૂલ હતી. આ સમજૂતી પર ફરી વખત વાતચીત થઈ રહી છે. રોકાણ માટે લોનનો નાનો હિસ્સો આપવો તે અલગ વાત છે, પરંતુ રણનીતિની દ્રષ્ટિએ તે એક આર્થિક બંદર છે, જે આ રીતે આપી દેવું બિલકુલ ખોટી વાત છે. તેના પર અમારું નિયંત્રણ હોવું જોઈએ. શ્રીલંકાને આપવામાં આવેલ લોનની ભરપાઈ નહીં કરી શકતાં વર્ષ 2017માં ચીને હમ્બનટોટા બંદરગાહને પોતાના અધિકાર હેઠળ લઈ લીધું હતું.

રાજપક્ષેએ કહ્યું હતું કે શ્રીલંકાને એક તટસ્થ દેશ તરીકે જોવામાં આવવો જોઈએ. તે ભારત સાથે મળી કામ કરવા માગે છે અને આ માટે એવું કંઈ પણ કરવામાં નહીં આવે કે જેથી કોઈના હિતના રક્ષણને નુકસાન પહોંચે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગોતબાયા રાજપક્ષેને જીત મળી હતી. તેમને 18મી સપ્ટેમ્બરના રોજ શપથ લીધા હતા. ગોતબાયા 29મી નવેમ્બરના રોજ તેમની સત્તાવાર યાત્રા પર ભારત આવશે.

અમે શ્રીલંકામાં તમામ દેશોને રોકાણ માટે આમંત્રણ આપ્યું: ગોતબાયા

તેમણે કહ્યું હતું કે હિન્દ મહાસાગર એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને વર્તમાન સમયમાં ભૂ-રાજનીતિની દ્રષ્ટીએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. શ્રીલંકા એક મહત્વપૂર્ણ રણનીતિ હિસ્સામાં ઉપસ્થિત છે અને તમામ સમુદ્રી માર્ગે શ્રીલંકાના પૂર્વ અને પશ્ચિમથી પસાર થાય છે. આ માટે આ માર્ગોને મુક્ત થવું જોઈએ અને કોઈ પણ દેશને આ માર્ગો પર નિયંત્રણ સ્થાપિત કરવા મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે મહિન્દ્રા રાજપક્ષેના અગાઉના કાર્યકાળ (વર્ષ 2005-2015) દરમિયાન ચીન સાથે તેમના સંપૂર્ણ રીતે વ્યવસાયિક સંબંધ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત, સિંગાપોર, જાપાન અને ઓસ્ટ્રેલિયાને પણ રોકાણ માટે આમંત્રણ કર્યું છે. ફક્ત ચીનને જ આમંત્રણ આપવામાં આવ્યું નથી.

મોદીએ આ વર્ષ કરી હતી યાત્રા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પડોશી ધર્મ નિભાવી આતંકવાદી હુમલા બાદ શ્રીલંકાનો જૂન,2019માં પ્રવાસ કર્યો હતો અને એક આશાવાદી દ્રષ્ટિકોણ સાથે શ્રીલંકાને હિમ્મત આપી હતી. જોકે તેઓ વર્ષ 2015 અને વર્ષ 2017માં પણ શ્રીલંકાની યાત્રા કરી ચુક્યા છે, જે કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીને 27 વર્ષ બાદ આ પ્રવાસ કર્યો હતો. મોદીએ શ્રીલંકા યાત્રાને અનેક દ્વિપક્ષીય સમજૂતી માટે જમીન બનાવી છે અને મહદઅંશે પસ્પર વિશ્વાસ વધાર્યો છે. પરંતુ તે ફક્ત પ્રાસંગિક રહેશે, તે કહેવું મુશ્કેલ છે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment