હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના જાંબુડા ગામના સરપંચ શરદભાઈનો જામનગર 1962 એમ્બ્યુલન્સના ટેરેટરી પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ
ખાન પર ફોન આવેલ અને તેઓએ જણાવ્યું કે જાંબુડા ગામમાં એક ગાયને ગર્ભાશય બહાર આવી ગયેલ છે અને તે ગાય અસહ્ય
પીડાથી રીબાઈ રહી છે.જાણ થતાં તુરંત જ જામનગર જિલ્લા 1962 ની ટીમમાંથી ડો.હિતાંશુ પાટીલ, ડો.એમ.એસ.વાઢેર
પાઇલોટ જીતુભાઈ અને કલ્પેશભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જોયું હતું કે ગાયનું ગર્ભાશય બહાર આવી
ગયું છે અને ગાયની સ્થિતિ ખૂબ જ નાજુક છે.ત્યારબાદ તુરંત ટીમ દ્વારા ગાયની જરૂરી સારવાર શરૂ કરાઈ હતી અને બે કલાક
લાંબા ચાલેલા ઓપરેશન અને ભારે જેહમત બાદ ગાયના ગર્ભાશયની સારવાર કરી તેને ફરી રિપ્લાન્ટ કર્યું હતું અને જીવન મરણ
વચ્ચે જોલા ખાઈ રહેલ એક અબોલ પશુને નવું નવજીવન આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જામનગર જિલ્લા પ્રોજેક્ટ કો-
ઓર્ડીનેટર સૂફયાન અને પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ ખાને 1962 ની ટીમ દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવેલ કામગીરીને
બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે પશુમાલિકે પણ પોતાના પશુની તાત્કાલિક સારવાર કરી તેનો જીવ બચાવવા
આપવા બદલ રાજ્ય સરકારની 1962 સેવા અને તેની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગત તા.૬ ઓક્ટોબર ૨૦૧૭ થી શરૂ કરવામાં આવેલ કરૂણા
એનિમલ એમ્બુલન્સ સેવા અનેક પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી આ અબોલ જીવો માટે દેવદૂત સાબીત
થઈ છે. EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાએ 6 ઓક્ટોબરથી આજ દિન સુધીમાં 27
હજારથી પણ વધુ મૂંગા પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે.
પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં બિનવારસી
પશુઓની સારવાર માટે ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બુલન્સ સેવા સતત કાર્યરત છે.કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના
તાલીમબદ્ધ કર્મચારીઓ તમામ દવાઓ તેમજ અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે. જેમાં એક વેટર્નરી ઓફિસર અને એક
પાયલોટ હાજર હોય છે.બિન વારસુ પશુ-પક્ષી ઘાયલ હોય તો 1962 હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ
મેળવી શકાય છે. જેમાં જરૂર જણાયે તાત્કાલિક સ્થળ પર જ નાના મોટા તેમજ જટીલ ઓપરેશન પણ કરવામાં આવે છે.