હિન્દ ન્યૂઝ, વડોદરા,
પ્રધાનમંત્રી આત્મનિર્ભર યોજનાની લોન આપવાની છે લારી ધારકોના ધંધા બંધ થઈ ગયા તેથી અહીંયા તો કંઈ વ્યવસ્થા નથી જે લોકો લાઈનમાં ઉભા રહે એમને ફોર્મ આપવામાં આવે છે તેમનું રજીસ્ટ્રેશન થાય છે, અને 300 રૂપિયા માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
વોર્ડ કચેરીમાં મોટી સંખ્યામાં મહિલાઓ આવી રહી છે ત્યાં સોશિયલ અંતરનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. કોર્પોરેશન ઓફિસ રાજ્ય માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે ત્યાં આવેલી છે. છેલ્લા બે દિવસથી લાઈન લાગી ગઈ છે. એટલું ગંભીર છે કોરોનાની મહામારી વચ્ચે થયેલો છે. એક તરફ નગર પાલિકા લોકોને દંડ ફટકારી રહી છે, ત્યારે દંડ ફટકારવાનો બંધ કરવું જોઈએ તેમ કોંગી કોર્પોરેટર ફરીદ કટપીસ એ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે લોકોને રૂપિયાની તાતી જરૂરિયાત હોવાથી લોન આપવી જોઈએ પરંતુ આ લોન આપવાની પદ્ધતિ માં લોન ધારકોને ટોકન આપી ને નંબર પ્રમાણે બોલાવવા જોઈએ આપો.
રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા