ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલ ચાવંડ ગામ મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા ૬ઠી વાર રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ઢસા

તા. ૧૪/૦૯/૨૦૨૦ ના રોજ ડો. મુકેશસિંહ ને બ્લડબેન્ક ની ટેલિફોનિક સૂચના ને અનુલક્ષી થેલેસેમિયા ના બાળકો માટે બ્લડ ની જરૂરિયાત હોય તા. ૧૬/૦૯/૨૦૨૦ના રોજ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં આસપાસ ના ગ્રામ્ય તેમજ ચાવંડ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રક્તદાન કરી કુલ ૩૨ યુનિટ બ્લડ એકત્રિત કરી બ્લડબેન્ક ને જમા કરાવેલ ચાવંડ આરોગ્ય આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષમાં ૬ ઠી વાર રક્તદાન કેમ્પ નું આયોજન કરી કુલ ૨૩૯ યુનિટ બ્લડ મેળવી બ્લડબેન્ક ને આપેલ હતું. આ કેમ્પ દરમિયાન માજી આરોગ્ય સમિતિ ના ચેરમેન વિજયભાઈ યાદવ ઉપસરપંચ હસુભાઈ નારિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ ના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ આગામી સમય મા હજી રક્તદાન કેમ્પ નું આયોજન કરી કુલ ૩૬૫ યુનિટ બ્લડ એકત્રિત કરવાનો સંકલ્પ ટીમ ચાવંડ દ્વારા કરેલ છે.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment