જિલ્લાના વધુમાં વધુ લોકો સહપરિવાર મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

  લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થનાર છે, ત્યારે જિલ્લાના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા દ્વારા મતદાર જાગૃત્તિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુમાં વધુ લોકો સહપરિવાર મતદાન કરે તે ઇચ્છનીય છે.

આ ઉપરાંત ચૂંટણી દરમિયાન મતદારોને ચૂંટણી બાબતે મુંજવતા પ્રશ્નોના નિવારણ માટે “૧૯૫૦” વોટર્સ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરી શકાય છે. તેમજ કોઈ નાગરિકને આચારસંહિતા ભંગ થતો હોય તેવું જણાય તો સી-વિજીલ એપ્લિકેશન પર ફોટો/વીડિયો સહિતની વિગતો અપલોડ કરીને ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે. મતદારો મતદાન કરવા જાય ત્યારે ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર મતદાન મથકમાં મોબાઇલ લઇને પ્રવેશી શકશે નહીં.

 

Related posts

Leave a Comment