હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગત દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જન્મજયંતીની ઉજવણી આપણે સૌએ રામનવમીના રૂપમાં ઉજવી હતી. ભગવાન શ્રી રામ હિંદુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે અને તેમના જીવનના આદર્શો પોતાના જીવનમાં ઉતારવા માટે લોકો પ્રયત્ન કરતાં હોય છે. આવા સમયે ભગવાન શ્રી રામના જીવન-કવન વિશે જાણવાની પણ સૌને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે. આ સાથે રામ અને તેમના વંશ વિશે જાણવાની પણ આપણને જિજ્ઞાસા હોય છે. આપણને વધુ-વધુમાં ભગવાન શ્રી રામ રઘુકૂળના છે, તેનાથી વિશેષ ખ્યાલ હોતો નથી. ભગવાન શ્રી રામના પિતા-પિતામહ અને પ્ર-પિતામહ સુધીની યાદી કડકડાટ…
Read MoreDay: April 8, 2025
કલેક્ટર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા સબ રજિસ્ટર્ડ કચેરીનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જાની તથા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે નવીકરણ પામેલી સબ રજીસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસુલ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના નાણાકિય વર્ષમાં નોંધણી નીરિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરની તાબા હેઠળની ૨૬ રજીસ્ટ્રાર કચેરીઓને અપગ્રેડેશન માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ રજીસ્ટ્રાર કચેરીઓ પૈકી ગીર સોમનાથ જિલ્લાની કચેરીનું પણ અંદાજિત રૂ.૩૫ લાખના ખર્ચ અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હવેથી કે.કે.મોરી સ્કૂલ પાછળ, બી.એસ.એન.એલ ઓફિસની બાજુમાં, એસ.ટી.રોડ વેરાવળ ખાતે કચેરી કાર્યરત થતાં નાગરિકોને સબ રજીસ્ટ્રર…
Read Moreરાષ્ટ્રપતિ મુર્મુની વિદેશ યાત્રા : ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા સહિત ગુજરાતના બે એમ.પી. પોર્ટુગલ- સ્લોવાકિયાના પ્રવાસમાં જોડાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 6થી 11 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસમાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત ગુજરાતના બે સાંસદોની પસંદગી કરી સમાવેશ કરવાના આવ્યો છે ત્યારે ભાવનગર – બોટાદ સંસદીય વિસ્તાર માટે ગૌરવપૂર્ણ ઘટના બની રહી છે. દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીની અધ્યક્ષતામાં ડેલીગેશન તા.7 થી 11 એપ્રિલ 2025 દરમિયાન વિદેશ પ્રવાસે છે. આ ડેલીગેશન સાથે પોર્ટુગલ અને સ્લોવાકીયાની મુલાકાત કરનાર છે. ત્યારે તેમાં ભાવનગરના સાંસદ એવમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાને સ્થાન મળતા આનંદની…
Read Moreભાવનગર શહેરનો તા.૨૩ એપ્રિલે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરની જનતા માટે તા.૨૩/૦૪/૨૦૨૫ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, (મહેસૂલ) ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે. ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસેથી તા. ૧૧/૦૪/૨૦૨૫ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદાર ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. …
Read Moreભાવનગર “સખી વન સ્ટોપ સેન્ટર” ના પ્રયાસોથી દાહોદ જીલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન
હિન્દ ન્યુઝ, ભાવનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને ભંડારીયા ગામેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા કોઈ ભુલા પડેલ મહિલાને મદદ કરવા માટે ફોન કર્યો હતો જેથી ૧૮૧ દ્વારા ભંડારીયા ગામે જઈ મહિલાને કાઉન્સેલિંગ કરી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મુકવામાં આવેલ હતા. તેથી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાકલપુર ગામના વતની છે તેમજ આજથી આઠ વર્ષ પહેલા તેમના લગ્ન થઇ ગયેલ છે અને તેમના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે લગ્ન બહાર સંબંધ હોવાથી મહિલાને બોલાવતા…
Read Moreઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૩ એપ્રિલના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ ગ્રામ કક્ષાનો એપ્રિલ – ૨૦૨૫ નો તાલુકા/ ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૩/૦૪/૨૦૨૫ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૬/૦૪/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ…
Read Moreભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની સ્વિમિંગ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા. ૨૩ થી તા. ૨૮ એપ્રિલ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની સ્વિમિંગ અં. ૧૧, અં. ૧૪ અને અં. ૧૭ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૩-૦૪-૨૦૨૫ થી ૨૮-૦૪-૨૦૨૫ દરમ્યાન થનાર છે. અં.૧૧ વયજુથના ભાઈઓ અને બહેનો, અં.૧૪ વયજુથના બહેનો અને અં.૧૭ વયજુથના બહેનો માટે રિપોર્ટિંગ તા. ૨૩-૦૪-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૮ કલાક સુધીનો રહેશે. તા.…
Read Moreધોધા તાલુકાના ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે રમઝાન ઈદ પછી ઉર્ષનાં મેળા અંગેનું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં ધોધા તાલુકાનાં ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદ પછી ઉર્ષનો મેળો ભરાય છે. આ વર્ષે પણ તા. ૦૮/૦૪/૨૦૨૫ થી તા. ૧૦/૪/૨૦૨૫ સુધી ખરકડી મુકામે ઉર્ષ ઉજવવામાં આવનાર છે. જેમાં આજુબાજુનાં ગામડાઓ તેમજ બીજા જિલ્લાઓમાંથી પણ હિન્દુ મુસ્લીમ સમાજનાં માણસો મોટા પ્રમાણમાં એકઠા થનાર છે. આ વર્ષે પણ ખરકડી ગામે ઉર્ષનાં દિવસો દરમ્યાન લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તા. ૦૮/૦૪/૨૦૨૫ થી તા. ૧૦/૪/૨૦૨૫ સુધી ૩ દિવસ ખરકડી ગામ તથા તેની આજુબાજુનાં આઠ કી.મી.નાં…
Read Moreતારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાની તારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ આણંદ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રીમતી ગજરાબેન ડી.મકવાણા ઉપસ્થિતમાં યોજાયો હતો. સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના નિવૃત સુપ્રિટેન્ડેટ જશુભાઈએ મકવાણાએ રૂ.બે હજારની રોકડ રાશી શાળાને આપી હતી. સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ બામણગામના ચેરમેન યોગેશભાઈ ઠક્કર હાજર રહી બાળકોને આશીર્વચન પાઠવી ૪૨ બાળકોને શૈક્ષણિક કીટની ભેટ આપી હતી. સામાજિક કાર્યકર ભાનુબેન પરમાર, ડૉ.માયકલ માર્ટીન હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ખાખસર શાળાના ભૂતપૂર્વ શિક્ષક વિરમભાઇ રબારી,અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સર્વ ધર્મ…
Read More“વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત આણંદ રેલવે સ્ટેશન તરફથી આસ્થા સખીમંડળને ફાળવવા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, આણંદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ નીતી હેઠળ સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ માટે અનોખું પ્લેટફોર્મ મળી રહે તે માટે રેલવે પ્રસાશન તરફથી સ્થાનિક વિસ્તારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા વેપારીઓને નજીવા દરે દુકાન ફાળવવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં આણંદ રેલવે સ્ટેશન તરફથી મિશન મંગલમ હેઠળ ચાલતી ૭૦ બહેનો દ્વારા ચલાવવામાં આવતી ગામઠી ગામની આસ્થા સખીમંડળને ફાળવવામાં આવી છે. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલના સૂત્રને આણંદ રેલવે સ્ટેશન દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યું છે. જેમાં…
Read More