સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્ય કસવાલા

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા    સાવરકુંડલાના વિકાસના સ્વપ્નને સાકાર કરતું વધુ એક પગલું લેવાયું. ગિરધરવાવ નજીક અંદાજે ૩.૬૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક રેસ્ટ હાઉસ તેમજ ૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાયપાસથી સાવરકુંડલા શહેરમાંથી ગેટ સુધી રિસર્ફેસિંગ, સી.સી રોડ ડામર રોડ, રોડ ફર્નિશીંગ, આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સંપન્ન થયું.આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઇ સુતરિયા અને સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.આ ખાતમુહૂર્ત કાર્યક્રમ નવા બસ સ્ટેન્ડ સામે, મહુવા રોડ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ…

Read More

જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જોગણીનાર ખાતે અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ      આજરોજ‌ કચ્છના અંજાર તાલુકાના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમના વિશેષ આયોજન બાબતે હર્ષની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાગરિક સંરક્ષણ તાલીમ અને સીપીઆર તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ઉમેર્યું હતું કે, અગરિયાભાઈઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ બનશે. નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છના અગરિયાઓને વિશેષ તાલીમ આપવાના…

Read More

રાજકોટ પોલીટેક્નીક કોલેજ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ સરકારી પોલીટેક્નીક, બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ તથા કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૦૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પોલીટેક્નીક કોલેજ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય અને કેમિકલ ખાતાના વડાશ્રી એ.ડી.સ્વામીનારાયણએ વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વાસ્થ્ય જાળવણી વિશે માર્ગદર્શન આપ્યુ હતું. કૈરવીબેન મારડીયાએ બી.પી., ડાયાબીટીસ, કેન્સર જેવી વિવિધ બીમારીઓ થવાના કારણો, તેને અટકાવવાના ઉપાયો અને જરૂરી તકેદારી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના હિમોગ્લોબિન, બ્લડસુગર અને બ્લડપ્રેશરની તપાસ કરાઈ હતી. તેમજ હિમોગ્લોબીનની દવાનું વિનામુલ્યે વિતરણ કરાયું…

Read More

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પ્રતિષ્ઠિત સમાજ સુધારક અને શિક્ષણવિદ્ એવા સ્વ.રત્નસિંહજી મહીડાના સન્માનમાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, નર્મદા      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પ્રતિષ્ઠિત સમાજ સુધારક અને શિક્ષણવિદ્ એવા સ્વ.રત્નસિંહજી મહીડાના સન્માનમાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ આદિવાસી સમાજ અને સંસ્કૃતિ માટે પ્રોત્સાહક કામગીરી કરનાર પ્રોફેસર શ્રી મધુકર પડવી અને પ્રોફેસર સત્તુપતિ પ્રસન્નાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આદિવાસી યુવાઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે સામાજિક-શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રે અનન્ય સેવાઓ પ્રદાન કરનાએ કર્મયોગી રત્નસિંહજી મહીડાના યોગદાનને બિરદાવતા જણાવ્યું…

Read More

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય રાજ્ય સરકાર આપશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગર સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવો જનસુખાકારીના અભિગમ સાથે રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવા સદનના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર ‘અ’ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી ₹2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરીને ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે ₹6 કરોડ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને ₹5 કરોડની…

Read More

સુરત મનપાના વિવિધ ઝોનમાં રૂા. ૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૦૯ ભવનોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત     સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત રૂા. ૪૨.૦૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૦૯ ભવનોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.            શાળાઓના નવા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારમાં બાળકોની શિક્ષણ સુવિધા તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીમાં વધારો થશે. ઝોન વિસ્તારોમાં સ્થાનિક બાળકોને ઘરઆંગણે શિક્ષણની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. ૯ શાળાભવનોમાં ૨૪૧ ઓરડાઓનું નિર્માણ થશે, જેનો ૫૫૦૦…

Read More

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડૉ.આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં પ્રેરણાભૂમિ ખાતે ડૉ.આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા તથા બાબાસાહેબની પ્રતિમા સમક્ષ ભાવવંદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ડૉ.આંબેડકરના યોગદાન અને પરિશ્રમથી ઘડાયેલા બંધારણના સ્વીકારના 75મા વર્ષે આંબેડકર જયંતીના આજના અવસરને વિશેષ ગણાવ્યો હતો. તેમણે સમાનતા, ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર બાબાસાહેબના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાના ‘વિકસીત ભારત @ 2047’ માટે સતત પ્રયત્નશીલ રહેવા તથા પ્રતિબદ્ધ થવાનું આહવાન કર્યું હતું.

Read More