નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પ્રતિષ્ઠિત સમાજ સુધારક અને શિક્ષણવિદ્ એવા સ્વ.રત્નસિંહજી મહીડાના સન્માનમાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, નર્મદા 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પ્રતિષ્ઠિત સમાજ સુધારક અને શિક્ષણવિદ્ એવા સ્વ.રત્નસિંહજી મહીડાના સન્માનમાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ આદિવાસી સમાજ અને સંસ્કૃતિ માટે પ્રોત્સાહક કામગીરી કરનાર પ્રોફેસર શ્રી મધુકર પડવી અને પ્રોફેસર સત્તુપતિ પ્રસન્નાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી દ્વારા આ અવસરે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આદિવાસી યુવાઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે સામાજિક-શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રે અનન્ય સેવાઓ પ્રદાન કરનાએ કર્મયોગી રત્નસિંહજી મહીડાના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં સર્વગ્રાહી વિકાસ થયો છે. તેમણે આદિવાસી ઉત્કર્ષની પહેલને સન્માનિત કરતા અવસરે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ એવોર્ડ વિજેતા શ્રેષ્ઠીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

Leave a Comment