વેરાવળ ફાયર ટીમ દ્વારા સોમનાથ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ફાયર અવેરનેસ ટ્રેનિંગ તથા મોકડ્રિલ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     સોમનાથ કેળવણી મંડળ દ્વારા સંચાલિત સોમનાથ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ફાયર અવેરનેસ ટ્રેનિંગ તથા મોકડ્રિલનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. આ ડેમોન્સ્ટ્રેશનમાં આશરે ૫૦૦ જેટલા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.

ફાયર ઈમરજન્સી સર્વિસિસ વેરાવળ દ્વારા સ્ટેશન ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડા તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નાની નાની પણ અગત્યની એવી આગને લગતી તમામ બાબતો અંગે ઉંડાણપૂર્વક સમજ આપી હતી અને ફાયર એક્સ્ટિંગ્યૂશર સહિતના સાધનો કેવી રીતે કામ કરે છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment