જિલ્લા પંચાયત ગીર સોમનાથ ખાતે જિલ્લા કક્ષાનાં આવકનાં અંદાજો તૈયાર કરવા તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     જિલ્લા માનવ વિકાસ સુચક આંકનાં ભાગરૂપે જિલ્લા આવકના અંદાજો તૈયાર કરવા માટે સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર હેઠળની નિયામકશ્રી અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર નિયમકની કચેરી,ગુજરાત રાજ્ય, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી તાલીમનું આયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં ભારત સરકારના સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓફીસનાં નિતી નિર્ધારણ મુજબ નિયત થયેલ દિશા નિર્દેશ મુજબ જિલ્લા આવકના અંદાજો તૈયારની કામગીરી તૈયાર કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિયામક તથા તેમની સમગ્ર ટીમ દ્વારા વિસ્તૃત છણાવટથી જિલ્લા કક્ષાએ વર્ષ:-૨૦૨૧-૨૨ તથા વર્ષ:-૨૦૨૨-૨૩નાં પ્રાથમિક ક્ષેત્રનાં આવકના અંદાજો તૈયારની કામગીરી માટેનું માર્ગદર્શન તથા આનુષાંગિક પ્રશ્નોની સમજ આપવામાં આવી હતી.

            જિલ્લાની આવકનાં અંતર્ગત પ્રાથમિક ક્ષેત્ર,ઉત્પાદન ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનાં આવકનાં અંદાજો તૈયાર કરવા માટેના માહિતીનું એકત્રીકરણ, સંકલન, ખરાઈ અને આખરીકરણ કરવા બાબતની વિવિધ પદ્ધત્તિઓ તેમજ પ્રાથમિક ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર તેમજ સેવા ક્ષેત્રની વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા તથા જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આંકડા અધિકારી પી.એચ.ઠકકર તથા તેમની ટીમ દ્વારા સમગ્ર તાલીમનું સંકલન કરવામાં આવ્યુ હતું.

Related posts

Leave a Comment