સીમાર ખાતે તા. ૯ ડિસેમ્બરના રોજ રાજયકક્ષા શાળાકીય વુશુ અંડર-૧૭ની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત સરકારના, રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્ર. શિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ- ૨૦૨૩ અંતર્ગત સીધી રાજયકક્ષા શાળાકીય વુશુ અંડર- ૧૭ (ભાઇઓ/ બહેનો)ની સ્પર્ધાનું આયોજન તા. ૯ ડિસેમ્બરના રોજ શ્રી વિનોબા વિદ્યા મંદિર, સીમાર, કીડીવાવ, ખાતે થશે.

જેમાં સ્પર્ધકોએ શ્રી વિનોબા વિદ્યા મંદિર, સીમાર, કીડીવાવ, વેરાવળ જુનાગઢ હાઇવે રોડ ખાતે તા.૮ ડિસેમ્બરના રોજ રિપોર્ટિંગ કરવાનુ રહેશે અને સ્પર્ધા તા.૯ ડિસેમ્બરના રોજ સવારે ૦૭:૩૦ કલાકથી શ્રી વિનોબા વિદ્યા મંદિર, સીમાર, કીડીવાવ ખાતે યોજાશે.

Related posts

Leave a Comment