તણસા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને સ્થળ પર જ લાભ ઉપલબ્ધ થયા 

હિન્દ ન્યુઝ, ભાવનગર 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તણસા કેન્દ્રવતી શાળામાં આવી પહોંચતા અનેક લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત સ્થળ ઉપર જ લાભ આપવામાં આવ્યા હતા. 

જેમાં નિર્મળસિંહ કેશુભા અને પ્રદિપસિંહ અનુપસિંહ ગોહિલને અન્નપૂર્ણા યોજના હેઠળ કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ કિટ અંતર્ગત લાભાર્થીઓને વિનામૂલ્યે દર મહિને ઘઉં અને ચોખા મળશે. 

સંકલ્પ યાત્રા થકી કેન્દ્રવતી શાળામાં આવેલ ગોહિલ દિવ્યરાજ સિંહને અને તેમના સર્વ પરિવારજનો ને આયુષ્માન કાર્ડ સ્થળ ઉપર જ ઉપલબ્ધ થઈ ગયા. તેમના માટે લાભ તેમના ઘર આંગણે આવ્યો અને બિનજરૂરી ધક્કાથી મુક્તિ મળી. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓના દ્વારે આવે છે અને તે જ સમયે લાભાર્થીઓને લાભ અર્પણ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment