જામનગર ગ્રામ્યની મહિલા ફૂટબોલ ટીમ રાજ્યકક્ષાએ વિજેતા

હિન્દ ન્યુઝ, જામનગર 

   રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, પાટણ દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ ની રાજ્યકક્ષાની ફૂટબોલ અંડર ૧૭ ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૨૭ થી તા.૩૦ સપ્ટેમ્બર દરમિયાન પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં તમામ જીલ્લાઓની મળી અંદાજે ૪૫ વિજેતા ટીમોએ ભાગ લીધો હતો.

રાજ્ય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની બી.બી.& પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ DLSS ની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે ભરૂચની ટીમને ૨-૦ નાં સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Related posts

Leave a Comment