જામનગરમાં SGFI વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત શહેર અને ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર 

     રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) ૨૦૨૪-૨૫ની ઝોનકક્ષા અને મહાનગરપાલીકાકક્ષાની કબડ્ડી અંડર ૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઇઓ અને બહેનોની બે દિવસીય સ્પર્ધાનું આયોજન ઓશવાળ ઇગ્લીશ એકેડમી ખાતે જિલ્લા રમત ગમત અધિકારી – જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યું હતું. 

સ્પર્ધામાં શહેરનાં કુલ ૪ ઝોનમાં ૫૭ ટીમોએ ભાગ લીધો હતો. તેમાંથી ૪૮ વિજેતા ટીમોએ મહાનગરપાલીકાકક્ષામાં ભાગ લીધો હતો. વિજેતા ટીમ અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી.જે. રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment