સંતરામપુર તાલુકાના આંજણવા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર 

સેવા સેતુ કાર્યક્રમ- મહીસાગર જિલ્લો

     રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત મહીસાગર જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત આજ રોજ સંતરામપુર તાલુકાના આંજણવા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. 

આ કાર્યક્રમમાં સ્થળ પર રાશનકાર્ડને લગતી અરજી, હેલ્થ વેલનેસ કાર્ડ, આધારકાર્ડને લગતી અરજીઓ, 7/12 અને 8-અ ના પ્રમાણપત્રો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, કૃષિ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભોની અરજીઓની કામગીરી પણ કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે જિલ્લાના નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે.

રિપોર્ટર : જયેશ ડામોર, મહીસાગર

Related posts

Leave a Comment