મેરી કહાની, મેરી ઝુબાની – તણસા ગામના ઇન્દ્રજીતસિંહ ગોહિલને પશુપાલન માટે મળી રૂ. ૩૦૦૦ની સહાય

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ઘોઘા તાલુકાના તણસા ગામના ઇન્દ્રજીતસિંહ ગોહિલ છેલ્લા ઘણા સમયથી પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને ત્યાં કૃત્રિમ બીજદાણથી જન્મેલા વાછરડીના ઉછેર માટે રૂ. ૩૦૦૦ ની સહાય સરકાર દ્વારા મળી છે. 

આ લાભ એક વર્ષની નાની વાછરડી ધરાવતા પશુપાલકોને મળે છે. આ સહાય થકી ઇન્દ્રજીતસિંહ ગોહિલે ખાણ-દાણ સાથે નિરણની ખરીદી કરી છે. 

પશુપાલકોને સરકાર આર્થિક ટેકો આપે છે ત્યારે મુશ્કેલીભર્યું જીવન સરળ બની જાય છે. આ ટેકા બદલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ સરકારનો આભાર વ્યક્ત કરે છે. 

Related posts

Leave a Comment