મેરી કહાની, મેરી ઝુબાની – ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પ્રાકૃતિક ખેતી કરતા નાના ખોખરા ગામના યુવાન ખેડૂત ગજેન્દ્રસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ગજેન્દ્રસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના નાના ખોખરા ગામના એક યુવાન ખેડૂત છે. ગણિત વિષયમાં બી.એસ.સી નો અભ્યાસ કર્યા બાદ તેમણએ યોગમાં માસ્ટર ડિગ્રીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ઘણી નાની ઉંમરથી તેમનામાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ હતી. ઉચ્ચ અભ્યાસ કર્યો બાદ પણ સમાજ ના કલ્યાણઅર્થે તેઓ શું કરી શકે તેઓ તેમનો નિરંતર પ્રયાસ રહે છે. 

ગજેન્દ્રસિંહ ગોહિલ પાસે ૪૦ થી ૪૫ વિઘા જમીન છે. જેમાથી ૬ વિઘા જમીનમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ૬ વિઘા જમીનમાં તેઓ અનાજમાં ઘઉં, કઠોળમાં મગ, શાકભાજીમાં ટમેટા, રીંગણાં, તુરીયા, ગલકા, મરચાંનું વાવેતર કરે છે. 

ગજેન્દ્રસિંહ ગોહિલે આ વર્ષથી આંબાનો બગીચો કર્યો છે. ગજેન્દ્રસિંહ ગોહિલ પ્રાકૃતિક ખેતી તેમના પરિવારજનો માટે કરી રહ્યા છે.

Related posts

Leave a Comment