મેરી કહાની મેરી ઝુબાની – સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનના સ્વાસ્થ્યની તપાસણી કરતાં ખાતરના ઉપયોગ કરવાની યોગ્ય દિશા મળી : દશરથસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઘોઘાના તણસા ગામે આવી પહોંચતા ત્યાનાં રહેવાસી ખેડૂત દશરથસિંહ ગોહિળે એમની સફળ ખેડૂત તરીકેની વાત ગામ લોકો સમક્ષ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત કરતાં સોઇલ હેલ્થ કાર્ડના લાભ વર્ણવ્યા હતા.

આ તકે દશરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સોઇલ હેલ્થ કાર્ડ અંતર્ગત જમીનના સ્વાસ્થ્યની ચકાસણી કરાવતા એમને ખ્યાલ આવી ગયો કે જમીનમાં કયા પ્રકારના તત્વોની ઉણપ છે એથી એ અંગેનો ખ્યાલ આવી જતાં યોગ્ય દિશામાં ખાતરનો ઉપયોગ કરીને સારી ઉપજ મેળવતા થયા છે સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ચકાસણી કરાવતા ખર્ચ પણ ઓછો થવા લાગ્યો તેમજ સામે ઉત્પાદન વધી ગયું.  

  દશરથસિંહ ગોહિલે અન્ય ખેડૂતને પણ સોઇલ હેલ્થ કાર્ડ કઢાવીને જમીનની ગુણવત્તા અંગેનો ખ્યાલ તો આવે જ છે આ ઉપરાંત ખેતરમાં કયા પાક લેવાથી સરળતાથી ઉત્પાદન મળે છે એ પણ ખ્યાલ આવે છે. આમ, સોઇલ હેલ્થ ખ્યાલ આવતા આડા અવડો ખર્ચ કરવાને બદલે યોગ્ય દિશા મળે છે.  

Related posts

Leave a Comment