વેરાવળ એસ.ટી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪‘ના અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા‘ની થીમ હેઠળ વેરાવળ ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પ અંતર્ગત વેરાવળ એસ.ટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, ટ્રાફિક, વહીવટી સ્ટાફ, સ્વીપર, વોચમેનની વજન, બ્લડપ્રેશર, હિમોગ્લોબીન વગેરેની મેડિકલ ચેકઅપ કરવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ કેમ્પમાં વેરાવળ ડેપોના લાઈઝન અધિકારી અને વિભાગીય પરિવહન અધિકારી ખાંભલા અને એસ.ટી. નિગમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More

સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     કેન્દ્ર સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેની જન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવશે. સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરીના સંયુક્ત ઉપક્રમે સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિમાં સવારે ૦૯.૦૦ કલાકે શ્રી રામમંદિર ઓડિટોરિયમ હોલ, ત્રિવેણી સંગમ રોડ…

Read More

પૂર્ણા યોજનાની કિશોરીઓ માટે એનેમિયા થીમ પર વેરાવળ તાલુકાની આંગણવાડી કેન્દ્રો ખાતે સેશન યોજાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    સમગ્ર જિલ્લામાં પોષણ માસની વિવિધ થીમ આધારિત ઉજવણી થઈ રહી છે. પોષણ માસ-૨૦૨૪ ઉજવણી સંદર્ભે પ્રોગ્રામ ઓફિસર હીરાબેન રાજશાખાના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ વિભાગમાં ચાલતી પૂર્ણા યોજનાની નોંધાયેલ તમામ કિશોરીઓ માટે પોષણ માસ-૨૦૨૪ એનેમિયા થીમ પર વિવિધ સેશન યોજાયા હતાં. આ સેશન દરમિયાન આશા વર્કર દ્વારા કિશોરીઓને આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, એનેમિયા વિશે તથા ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડીનેટર આનંદભાઈ પરમાર અને જેન્ડર સ્પેશ્યાલિસ્ટ રસીલાબેન કરગઠીયા દ્વારા WCO વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓ, મહિલાલક્ષી વિવિધ કાયદાઓ તેમજ સેજાના મુખ્ય સેવિકા બહેનો દ્વારા પૂર્ણા યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.…

Read More

બ્યૂટીપાર્લર શરૂ કરવાની મારા મનની ઈચ્છા રાજ્ય સરકારે પૂરી કરી – લક્ષ્મીબહેન રાઠોડ

હિન્દ ન્યુઝ,    એકપણ નાગરિક રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાથી વંચિત ન રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત માનવ ગરીમા યોજના અંતર્ગત કુલ 36 લાભાર્થીઓને રૂ.3,60,000ની બ્યૂટીપાર્લરની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વેરાવળ તાલુકાના ઉંબા ગામના રહેવાસી અને આવા જ એક લાભાર્થી લક્ષ્મીબહેન દેવચંદભાઈ રાઠોડને માનવ ગરિમા યોજના અંતર્ગત બ્યૂટીપાર્લર કિટનો લાભ મળ્યો હતો. આ લાભ બદલ તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવીનો પણ ખ્યાલ રાખી રહી છે. મારા મનમાં કશુંક કરવાની ઈચ્છા હતી. આથી મને બ્યૂટીપાર્લર શરૂ કરવાનો…

Read More

સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભીડિયા કન્યાશાળાની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભીડિયા કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી હતી. કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ તેમજ શહેરના નાગરિક પૂર્વીબેન શાહ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા અંગે સંદેશો આપતી વિવિધ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી હતી.

Read More

ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા વિસ્તારમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૧૨૧૩ અરજીઓનો નિકાલ કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર     રાજ્ય સરકાર દ્વારા સરકારી વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા વધે તથા જવાબદારીપણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહીવટનો લાભ જાહેર જનતાને મળે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. તે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ ૦૧/૧૦/૨૦૨૪ મંગળવારના રોજ સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ સુધી મહાનગરપાલિકાના વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નંબર 63માં શ્રી તળપદા કોળી જ્ઞાતિની વાડી પાછળ, સર્વોદય સોસાયટી, હાદાનગર, ભાવનગર ખાતે યોજાયેલ હતો.  આ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વોટર વર્કસ કમિટિના ચેરમેન,…

Read More

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓકટોમ્બર ના યોજાશે

હિન્દ ન્યુઝ, ઘોઘા  ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે : ઓકટોમ્બર – ૨૦૨૪ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૧૦/૨૦૨૪ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે મદદનીશ કલેકટર, ભાવનગરનાં અધ્યક્ષપદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૬/૧૦/૨૦૨૪ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ…

Read More

ભાવનગરમાં સ્વચ્છતા હિ સેવા 2024 અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની તા. 2 ઓક્ટોબરના ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભારત સરકાર દ્વારા તા. 17 સપ્ટેમ્બર 2024 થી તા. 2 ઓક્ટોમ્બર 2024 સુધી સ્વચ્છતા હિ સેવા 2024 “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” તેમજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે બીજી ઓક્ટોબરને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવણી અંતર્ગત સવારે 8.30 વાગ્યે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ સરદાર નગર ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનાં મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રૈયાબેન મિયાણી તેમજ ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે.      

Read More

મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી તા.૩ થી તા.૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન નોંધણી

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૪-૨૫માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી થશે. ભારત સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ (૧૦૦ કિ.ગ્રા) મગફળી માટે રૂ.૬,૭૮૩, મગ રૂ.૮,૬૮૨, અડદ રૂ.૭,૪૦૦ અને સોયાબિન રૂ.૪,૮૯૨ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબિનનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા.૩/૧૦/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ દરમિયાન રજિસ્ટ્રેશન કરાવવું. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વિલેજ કોમ્પ્યુટર…

Read More

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનો ભાવનગર જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ભાવનગર       કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનાં મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા તા.૨જી ઓક્ટોબર, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૯:૧૦ કલાકે ગાંધી સ્મૃતિની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ આપવાની સાથે મહાત્મા ગાંધી મ્યુઝિમની મુલાકાત લેશે તેમજ ભાવનગર શહેરમાં યોજાનારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે.  

Read More