સોમનાથના સાનિધ્યમાં દિવાળીના તેહવારો પર અનેકવિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો

હિન્દ ન્યુઝ, સોમનાથ આગામી દિવાળી મહોત્સવ-2024 અંતર્ગત શ્રી સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. વિવિધ મુહૂર્ત અને દિવસો દરમિયાન ભક્તજનો માટે વિશેષ શૃંગાર અને પૂજાઓની આયોજનો રાખવામાં આવ્યા છે. દિવાળીના પાંચ દિવસ માટે ભક્તિપૂર્ણ આયોજન કરાયેલા છે. રંગોળી, વિશેષ શ્રૃંગાર અને પ્રકાશમાન પરિસર: દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી પર્વે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટ પરિવાર દ્વારા ભકતો સાથે મળીને નૃત્ય મંડપમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને હજારો દિવડાઓથી સુશોભિત કરવામાં આવશે. સમગ્ર તહેવારોમાં મંદિરમાં પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં…

Read More

આઈ.ટી.આઈ દશરથમાં ૫૮૬ તાલીમાર્થીઓ માટે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા મહેમાનોના હસ્તે ટ્રેડમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર તાલીમાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા આઈ.ટી.આઈ દશરથ ખાતેથી બેચ નં.૮૦ અને ૮૧ના ઉત્તિર્ણ થયેલ કુલ ૫૮૬ તાલીમાર્થીઓ માટે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો.  આ સમારોહમાં મુખ્ય અતિથિ IMC OF ITI દશરથના ચેરમેન પિયુલ શાહ તથા વિવિધ ઇન્ડસ્ટ્રીના આઈ.એમ.સી સભ્યો તથા સંસ્થાના આચાર્ય વર્ગ ૧ અને ૨ તથા સ્ટાફ હાજર રહ્યો હતો.  મહેમાનોના હસ્તે ટ્રેડમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર તાલીમાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Read More

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વરના શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદનુસાર, ડી-1 કેટેગરીના અમદાવાદ (AUDA), ગાંધીનગર (GUDA), સુરત (SUDA), વડોદરા (VUDA) અને રાજકોટ (RUDA) તથા ડી-2 કેટેગરીના જુનાગઢ (JUDA), જામનગર (JADA) અને ભાવનગર (BADA) ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં 40 ટકા કપાત બાદ કરીને 60 ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે આ શહેરોના શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન…

Read More

પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને ડબલ આવક મેળવતા ઓલપાડ તાલુકાના આંધી ગામના ખેડૂત કિરીટભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, સુરત દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી અનેક પહેલો કરવામાં આવી રહી છે.            લોકોના સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. દરેક ખેડૂતો પોતાની જમીનમાં એક ગુઠાથી પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને તેના પરિણામો મળ્યા બાદ આગળ વધે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ પણ થશે…

Read More