હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વરના શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

તદનુસાર, ડી-1 કેટેગરીના અમદાવાદ (AUDA), ગાંધીનગર (GUDA), સુરત (SUDA), વડોદરા (VUDA) અને રાજકોટ (RUDA) તથા ડી-2 કેટેગરીના જુનાગઢ (JUDA), જામનગર (JADA) અને ભાવનગર (BADA) ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં 40 ટકા કપાત બાદ કરીને 60 ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે આ શહેરોના શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર જે પ્રિમિયમ ભરવું પડતું હતું તેમાંથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા 40 ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે.

મુખ્યમંત્રીના આ પ્રજાલક્ષી નિર્ણયથી નોન ટીપી એરીયામાં જમીન ધારકોને કપાતની જમીનના ભરવાના થતા મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.

Related posts

Leave a Comment