૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર રજૂ ન થયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૦૭-વાવ વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી માટેનું જાહેરનામું તા. ૧૮.૧૦.૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ સંબંધિત ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારીપત્રો ભરી શકાય છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, તા.૧૮.૧૦.૨૦૨૪ ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ કોઈપણ ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવ્યું નથી. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની…

Read More

સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બન્યુ છે – કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની દેશની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બની શક્યુ છે. મુખ્યમંત્રીએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં દેશમાંથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય બન્યુ છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય ઈન્ડિયા કેમ-૨૦૨૪નું આયોજન કરવામાં…

Read More

દિવાળી -૨૦૨૪ને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને લાભ મળશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        શહેરી તેમજ છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે. આગામી દિવાળીના તહેવારોમાં ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને…

Read More

શંકાસ્પદ કે શિકારી પ્રવૃતિઓ ધ્યાને આવે તો વન વિભાગની કચેરીને જાણ કરવા અપીલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ “ગીર’” છે. ગુજરાતનુ ગૌરવ સમા એશીયાઈ સિંહો સૌરાષ્ટ્રના ૨૦૦૦૦ ચોરસ કિ.મી. વિસ્તારમાં મુક્તપણે પરીભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખુબજ મોટો ફાળો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જમીન ઉપર પણ સિંહોના સહઅસ્તિત્વમાં વધારો દર્શાવતી એક અદ્રભુત કહાની બની ગયો છે. આ અવિરત પ્રયાસો થકી સિંહો હવે જોખમની બહાર આવી ગયાં છે અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયાં હતાં તેવા વિસ્તારોમાં…

Read More

સોમનાથ ખાતે કલ કે કલાકાર-શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ:૨૦૨૩-૨૪ માટેની પૂર્વ કસોટીનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્રારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત કલ કે કલાકાર- શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ:૨૦૨૩-૨૪નું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ- ૧૮ સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ શાસ્ત્રીય મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકો પૈકી કુલ – ૯ કલાકારોની “કલ કે કલાકાર” તરીકે નિર્ણાયકો દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

Read More

તાલાલા તાલુકાનાં સેમળિયા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર    તાલાલા તાલુકાનાં સેમળિયા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. ગ્રામ સભાની શરૂઆતમાં પંચાયતના તલાટી દ્વારા પ્રાસંગિક ઉદબોધન રજૂ કરવામાં આવ્યું હતું. જે પછી જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો અને સરપંચ તથા તલાટી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા સામાજિક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના મનરેગાના સાગરભાઈ પાતળ, તલાટી સંજયભાઈ મોરાસિયા, સરપંચ ચંદુભાઈ સેવરા, આચાર્ય હમીરભાઈ રામ, જીઆરએસ ભરતભાઈ ચૌહાણ તેમજ ગામના આગેવાનો ગ્રામજનો અને…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં નવેમ્બર મહિનાની તા.૨૧-૨૨-૨૩ દરમિયાન ૧૧મી ચિંતન શિબિર યોજાશે

ગીર સોમનાથ      રાજ્ય સરકાર દ્વારા પ્રતિ બે વર્ષે આયોજિત કરવામાં આવતી ચિંતન શિબિરની ૧૧મી કડીનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નીતિ નિર્ધારણ અને પ્રક્રિયાના સૂઆયોજિત આયોજન માટે ઉપયોગી એવી ચિંતન શિબિર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓના ચિંતન-મનન માટે ૧૨ જ્યોર્તિલિંગોમાં પ્રથમ એવા સોમનાથની પવિત્રધરા પર યોજાશે. આ ચિંતન શિબિરના સૂચારૂ આયોજન અને વ્યવસ્થાઓ માટે સામાન્ય વહીવટ વિભાગના ઇન્ચાર્જ અગ્રસચિવ હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને બેઠક કલેક્ટર કચેરી, ઇણાજ ખાતે યોજાઇ હતી. સ્પીપા, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિજય ખરાડી અને ગાંધીનગરથી પધારેલા…

Read More

રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે : ખેડૂત નોંધણી શરૂ

હિન્દ ન્યુઝ, જામનગર       એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરી છે.  ૨૫ નવેમ્બર પહેલા પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની થશે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે. ખેડૂતો જાતે પણ કરી નોંધણી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઇડીની નોંધણી કરવી ફરજિયાત છે. ખોટી નોંધણી રદ થશે.  ફાર્મર રજિસ્ટ્રી…

Read More

ઘોઘા તાલુકાના તગડી ગામે “સેવા સેતુ”નો કાર્યક્રમ યોજાયો   

હિન્દ ન્યુઝ, ભાવનગર  રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે “સેવાસેતુ”ના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે ઘોઘા તાલુકાના તગડી ગામે ‘સેવા સેતુ’નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ૧૬ ગામના ૧,૫૫૧ અરજદારોની તમામ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.  તગડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સેવા સેતુના કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગના સ્ટોલ ઉપલધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં ઘોઘા, અવાણીયા, તગડી, કુડા, માણેકવદર, બાડી, પડવા, કરેડા, નથુગઢ, સાણોદર, મોરચંદ, ભવાનીપરા, છાયા, રાજપરા અને પીરમ ગામના લોકોએ ડીવમીંગ, આધાર કાર્ડ ધારકોની…

Read More

તા.૨૦મીએ લિબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ”સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત      રાજય સરકાર દ્રારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે એકજ સ્થળે ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત ઝોન વિસ્તારમાં તા.૨૦/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૦.૦૦ વાગે નીલગીરી ગ્રાઉન્ડ, નીલગીરી સર્કલ પાસે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં મંત્રી, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.             આ સેવાસેતુમાં સવારે ૦૯.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા દરમિયાન વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, PMJAY માં અરજી, મફત હેલ્થ…

Read More