રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે : ખેડૂત નોંધણી શરૂ

હિન્દ ન્યુઝ, જામનગર

      એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરી છે. 

૨૫ નવેમ્બર પહેલા પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની થશે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે. ખેડૂતો જાતે પણ કરી નોંધણી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઇડીની નોંધણી કરવી ફરજિયાત છે. ખોટી નોંધણી રદ થશે. 

ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે. તેમજ તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. 

ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને ૭-૧૨, ૮-અ ની વિગત સાથે ગ્રામ પંચાયત કચેરીએ VCE નો સંપર્ક કરવા મદદનીશ ખેતી નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment