મોટી કોરવડમાં સહ્યાદ્રીની પર્વતમાળા લીલી ચાદર ઓઢી ખીલી ઉઠી

હિન્દ ન્યુઝ, ધરમપુર       ધરમપુરથી આશરે 40 કિમી દૂર મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા મોટી કોરવડમાં સહ્યાદ્રીની પર્વતમાળાએ વર્ષાઋતુમાં લીલી ચાદર ઓઢી લેતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે! કુદરતના ખોળે પ્રાકૃતિક સૌંદર્ય લઈ મહારાષ્ટ્રના ઉપરવાસ વિસ્તારોમાં થયેલા સારા વરસાદથી પાર નદીના ખળખળ વહેતા થયેલા નવા નીરથી મોટી કોરવડનો આ વિસ્તાર ખીલી ઉઠયો છે. તામછડીના અનેક ઘાટ પસાર કરી મોટી કોરવડમાં ઊંચાઈ ધરાવતા આ વિસ્તારમાંથી નીચે ભયાનક ખીણમાંથી સહ્યાદ્રીની પર્વત માળા વચ્ચેથી નીકળતી પાર નદી તથા પર્વતો વચ્ચેના ગુલાબી વાદળોને લઇ દ્રશ્યમાન થતો આહલાદક અને મનમોહક નજારો મન પ્રફુલ્લિત કરી રહ્યો…

Read More