માંગરોળ લાલબાગ સીમ શાળાનું ગૌરવ

હિન્દ ન્યૂઝ, માંગરોળ 

    રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય – ગાંધીનગર
દ્વારા લેવાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ એકઝામ (NMMS – 2020/21 ) માં લાલબાગ સીમ શાળા – માંગરોળ માંથી 16 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ, જેમાથી 14 વિદ્યાર્થી ઓ પાસ થયેલ છે.
જે પૈકી એક વિદ્યાર્થી ઝાગા નાઝીમ ઈસ્માઈલભાઈ 134 માર્કસ મેળવી માંગરોળ કેન્દ્રમાં બીજા નંબરે પાસ થઈ મેરીટ માં સ્થાન મેળવેલ છે. આ મેરીટ માં સ્થાન મેળવનાર વિદ્યાર્થી સરકાર દ્વારા અગામી 4 વર્ષમાં 48000/- રૂપિયા શિષ્યવૃતી મેળવશે. આ તમામ પાસ થનાર વિદ્યાર્થીઓ અને મેરીટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીએ લાલબાગ સીમ શાળા, ગામ તેમજ પરીવારનું નામ રોશન કર્યું છે. હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી લાલબાગ સીમ શાળા વતી શુભેચ્છા પાઠવવા માં આવેલ છે.

રિપોર્ટર : આમદ બી, માંગરોળ 

Related posts

Leave a Comment